Western Times News

Gujarati News

ભરૂચ દૂધધારા ડેરીમાં સતત ચોથી વખત ચેરમેન પદે ઘનશ્યામભાઈ પટેલ અને બીજી વખત મહેશભાઈ વસાવાની બિનહરીફ વરણી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સતત ચોથી વખત ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલ બિનહરીફ વરણી થઈ હતી.જ્યારે સતત બીજી વખત વાઈસ ચેરમેન તરીકે મહેશ વસાવા બિનહરીફ ચૂંટાયા હતા.ભરૂચ-નર્મદા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ૧૫ ડિરેક્ટરો માંથી ૧૪ ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા હતા.એકમાત્ર જંબુસર બેઠક પર પ્રવિણ દુબે અને જગદીશ પટેલ વચ્ચે ચૂંટણી યોજાતા તેમાં જગદીશ પટેલનો વિજય થયો હતો.ડિરેકટરોની ચૂંટણી સંપન્ન થયા બાદ ચૂંટણી અધિકારી એન એમ પ્રજાપતિ ની હાજરીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.

જેમાં સતત ચોથી વખત ઘનશ્યામભાઈ પટેલ ની ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી જ્યારે બીજી વખત મહેશભાઈ વસાવાની વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી.જેને સભાસદોએ વધાવી લઈ ઘનશ્યામભાઈ પટેલ તથા મહેશભાઈ વસાવા પર અભિનંદનની વર્ષા કરી હતી.ચેરમેન વાઈસ ચેરમેનની વરણી બાદ ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે દૂધધારા ડેરીની સામાન્ય સભા મળી હતી.જેમાં મોટી સંખ્યામાં કિસાનો અને પશુપાલકોને ઉપસ્થિત રહ્યા હતા.

સામાન્ય સભામાં ઘનશ્યામભાઈ પટેલે દૂધધારા ડેરી નો વાર્ષિક અહેવાલ રજુ કરી દેવી ના વિકાસ પાછળ ડિરેક્ટરો સભાસદો પશુપાલકો અને ડેરીના કર્મચારીઓ સિંહફાળો હોવાનું જણાવી તમામને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘનશ્યામભાઈ પટેલે ૨૦૦૮ માં દૂધધારા ડેરીના ચેરમેન તરીકે સૌ પ્રથમવાર કાર્યભાર સંભાળ્યો હતો તે સમયે દૂધ ડેરી માદી ચાલતી હતી.ઘનશ્યામભાઈ પટેલે પોતાની કુશળતાથી ડેરીનો વહીવટ કરી તેના વિકાસને વેગ આપ્યો હતો ૨૦૦૮ માં ડેરી ની ક્ષમતા ૩૫ હજાર લિટર દૂધની હતી અને વાર્ષિક રૂપિયા ૩૫ કરોડનું ટર્ન ઓવર હતું ત્રણ ટર્મ સુધી ઘનશ્યામભાઈ પટેલે સ્થિર વહીવટ આપતા જીલ્લામાં પશુપાલકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.આજે ડેરી ની ક્ષમતા ત્રણ લાખ લીટરની છે અને ૫૦૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર છે જેનાથી બંને જીલ્લાના ૭૫ હજારથી વધુ પરિવારોને રોજગારી મેળવી રહ્યા છે.

ઘનશ્યામભાઈ પટેલે દિવ્ય દ્રષ્ટિ રાખી ડેડીયાપાડા જેવા વનવાસી વિસ્તારમાં આધુનિક દાણ ફેક્ટરી ઊભી કરી એક નવો આયામ શરૂ કર્યો હતો.આજે દાણ ફેક્ટરી ના કારણે પશુપાલકોને ઘર આંગણે જ ઉત્તમ ક્વોલિટીનું દાણ મળે છે.તો બીજી બાજુ ડેડીયાપાડા અને તેની આસપાસના વિસ્તારના  ખેડૂતોનું અનાજ પણ સારા ભાવ આપી દાણ ફેક્ટરી એક્ટ ખરીદતા આ પંથકના કિસાનોએ માં પણ આર્થિક સધ્ધરતા આવી છે.આમ દૂધધારા ડેરી ને સંઘર્ષમાંથી બહાર લાવી ૧૭ બનાવનાર ઘનશ્યામભાઈ પટેલ સતત ચોથી વખત બિન હરીફ ચેરમેન તરીકે નિયુક્ત થતાં બંને જીલ્લાના પશુપાલકો અને કિસાનો માટે ખુશીની લહેર ઊઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.