ગૌમાંસના ગુનાના સારોદ ગામના ત્રણ વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલાયા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક જંબુસરની સૂચના મુજબ ભરૂચ જીલ્લામાં અસામાજીક તત્ત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા સુચના મળેલ જે અન્વયે અગાઉ વેડચ પોલીસ મથકમાં ગૌ હત્યા કરવા બદલ ગુનો નોંધાવા પામ્યો હતો
.જે અન્વયે આસિફ અબ્દુલ્લા ઈસ્માઈલ ઉસ્તાદ રહે,ભટા ખડકી સારોદ , ઝહિર અકબર મોહમ્મદસા દિવાન રહે,ખરી ઉપર સારોદ અને સલીમ અલ્લી યુસુફ ફીયા રહે,સુલ્તાન નગર સારોદ નાઓને પાસા એક્ટ હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચના હુકમ અન્વયે વેડચ પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી આર પ્રજાપતિએ અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરી આસિફ અબ્દુલ્લા ઈસ્માઈલ ઉસ્તાદ તથા ઝહિર અકબર મોહમ્મદસા દીવાનને રાજકોટ મધ્યસ્થ જેલ તેમજ સલીમ અલ્લી યુસુફ ફીયાને ભાવનગર જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે.ત્યારે આવા અસામાજીક તત્ત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે.