આગામી ૧૦ મહીના વધુ કોરોનાનું સંકટ ખતમ થવાના સંકેત નથી : WHO

જીનેવા: વિશ્વ આરોગ્ય સંગઠન ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે દુનિયામાં દરેક ૧૦માંથી એક વ્યક્તિ કોવિડ ૧૯ સંક્રમિત થઇ શકે છે ડબ્લ્યુએચઓના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અનુમાન અનુસાર દુનિયાની જનસંખ્યાના મોટા હિસ્સો જાેખમમાં છે ખાસ કરીને લાંબા સમયથી કહી રહ્યાં છે કે કોરોના વાયરસના મામલાની વાસ્તવિક સંખ્યા આંકડાથીખુબ વધુ હોઇ શકે છે.
જીનેવા ખાતે મુખ્ય કાર્યાલયમાં મહામારી પર કાબુ મેળવવા માટે થઇ રહેલ બેઠકમાં ડબ્લ્યુએચઓના આરોગ્ય ઇમર્જેસી પ્રોગ્રામના કાર્યકારી નિદેશક માઇક રયાને કહ્યું હતું હજુ આગામી દસ મહીના વધુ સંકટ ખતમ થવાના કોઇ સંકેત નથી અનેક દેશોમાં કોરોના વાયરસ નિયંત્રણ માટે સતત પ્રતિબંધોમાં ઢીલ બાદ સેંકડો વેવ આવી રહ્યાં છે તેમાં સંખ્યા વધી રહી છે.
માઇક રયાને કહ્યું કે એક અનુમાન અનુસાર દુનિયાની વસ્તીમાંથી ૧૦ ટકા લોૅકો કોરોના વાયરસથી સંક્રમિત છે ૩૪ સભ્યોની બોર્ડ બેઠક દરમિયાન રયાને કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણનું જાેખમ શહેર અને ગ્રામીણ ક્ષેત્રોમાં અલગ અલગ છે. રેયાને ચેતવણી આપી કે મહામારી સતત વધી રહી છે દુનિયા હવે પહેલાથી વધુ સંકેટમાં છે
પરંતુ તેમને એ પણ જાેડયુ કે અમારી પાસે એવા ઉપકરણ છે જે ટ્રાંસમિશનને કાબુ કરવા અને લોકોના જીવ બચાવવામાં સક્ષમ છે. ડબ્લ્યુએચઓના મહાનિદેશક ટેડ્રોસ એડહોમ ધેબ્યેયિયસે દેશોને એક થવા અને દ્ઢ નેતૃત્વ કરવાનું આહ્વાન કર્યું તેમણે કહ્યું કે તમામ દેશ આ વાયરસથી પ્રભાવિત થયા છે આ એક અસામાન્ય મહામારી છેએ યાદ રહે કે જાેન્સ પોપિકિન્સ યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર વાયરસથી ૧૦ લાખથી વધુ લોકો માર્યા ગયા છે અમેરિકા બાદ ભારત અને બ્રાઝીલમાં સૌથી વધુ સંક્રમણનો પ્રસાર જાેવા મળ્યો છે.