Western Times News

Gujarati News

ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૬૧ હજાર નવા કેસ,૮૮૪ના મોત

પ્રતિકાત્મક

નવીદિલ્હી: ભારતમાં ગત ચોવીસ કલાકમાં ૬૧,૨૬૭ નવા કોરોનાના મામલા સામે આવ્યા છે અને ૮૮૪ લોકોના મોત થયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર કુલ ૬૬,૮૫,૦૮૩ મામલામાં ૯,૧૯,૦૨૩ સક્રિય મામલા છે ૫૬,૬૨,૪૯૧ ઠીક થઇ ચુકયા છે અને ૧,૦૩,૫૬૯ લોકોના મોત થઇ ચુકયા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ૧૦ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી ગત ૨૪ કલાકમાં ૯૦૩ મોત નોંધાયા છે આ જગ્યાએથી ૮૩ ટકા નવા મોત સામે આવ્યા છે ગઇકાલે ૨૬ ટકા મોતોમાં મહારાષ્ટ્રમાં ૩૨૬,કર્ણાટકથી ૬૭ લોકોના મોત સામે આવ્યા છે
એ યાદ રહે કે કોરોના કેસોના મામલામાં ભારત દુનિયાભરમાં અમેરિકા બાદ બીજા નંબર પર છે જોપ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૧૦ લાખ ૨૨ હજાર ૯૭૬ લોકોના મોત નિપજયા છે

તેમાંથી અમેરિકામાં સૌથી વધુ ૨ લાખ ૭ હજાર ૮૦૮ મોત થયા છે જયારે ભારતમાં આ આંકડો ૨ ઓકટોબરે એક લાખને પાર કરી રહ્યો હતો મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૭૮,૮૭૭ દર્દી સ્વસ્થ થયા છે જેની સાથે જ અત્યાર સુધી કોરોના મુકત થનારાની સંખ્યા ૫૩ લાખ ૭૮ થઇ ગઇ છે.

રશિયામાં નિર્મિત કોરોના ટીકા દેશમાં સૌથી પહેલી ટીકાકરણ માટે ઉપલબ્ધ હોઇ શકે છે જાે કે દેશમાં વિકસિત બે ટીકા ત્રીજા તબક્કાના પરીક્ષણમાં છે અને ઓકસફોર્ડ યુનિવર્સિટીનો ટીકા પણ ભારતમાં ત્રીજા તબક્કામાં છે પરંતુ રશિયાની રસી બની ચુકી છે અને ઉપયોગ થઇ રહ્યો છે ભારતની રશિયા સરકારથી રસીની ઉપલબ્ધતાને લઇ વાતચીત પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.