શરીર સંબંધ માટે દબાણ કરતા પ્રેમીને પ્રેમિકાએ પતાવી દીધો

સુરત: સુરત શહેર પોલીસે પુણા વિસ્તારમાં એક બ્રિજ નીચેથી મળેલી લાશ મામલે મૃતક યુવકની પ્રેમિકાની ધરપકડ કરી છે. પ્રેમિકાનું કહેવું છે કે તેનો પ્રેમી દારૂનો નશો કરીને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જે બાદમાં પ્રેમિકાએ બ્રિજના પીલર સાથે પ્રેમીનું માથું અથડાવી દીધું હતું. માથું દીવાલ સાથે અથડાતા પ્રેમીનું મોત થયું હતું. આ મામલે પોલીસે હવે યુવતની પ્રેમિકા ગીતાની ધરપકડ કરી છે. શહેરના પરવત પાટિયા પાસે શનિવારે રાત્રે એક યુવકની લાશ મળી હતી.
પુણા પોલીસે આ મામલે તપાસ આદરી હતી. જે બાદમાં પોલીસે બ્રિજ નજીક જ રહેતી એક મજૂર મહિલાની ધરપકડ કરી લીધી છે. યુવકના મૃતદેહ મળ્યા બાદ પોલીસે હત્યા અંગે કડીઓ મેળવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે જે જગ્યાએથી યુવકની લાશ મળી છે ત્યાં એક મહિલા રહેતી હતી. પોલીસે તેની શોધખોળ શરૂ કરતા તેણી નજીકમાંથી જ મળી આવી હતી. પોલીસે ઉલટ તપાસ કરતા મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને તેણીએ જ પ્રેમીની હત્યા કર્યાંનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં એવી વિગત ખુલી છે કે મૃતક મહેશને ગીતા સાથે પ્રેમ સંબંધ હતો.
બનાવના દિવસે એટલે કે બીજી ઓક્ટોબરના રોજ મહેશે ગીતાને પોતાની પાસે બોલાવી હતી. જોકે, ગીતા આવી ન હતી. યુવકે દબાણ કરતા બાળકો ઊંઘી ગયા બાદ ગીતા મહેશ પાસે પહોંચી હતી. જે બાદમાં મહેશે દારૂના નશામાં ગીતાને શરીર સંબંધ બાંધવા દેવાની વાત કરી હતી. ગીતાએ મહેશની માંગ સ્વીકારી ન હતી. જે બાદમાં મહેશ ઉશ્કેરાયો હતો અને ગીતા સાથે બળજબરી કરવા લાગ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. દારૂના નશામાં મહેશ બળજબરી કરતા ગીતાએ આવેશમાં આવીને તેનું માથું બ્રિજની દીવાલ સાથે અથડાવી દીધું હતું. માથામાં ગંભીર ઈજા થતાં મહેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
![]() |
![]() |
બાદમાં ગીતા ત્યાંથી પુરાવાનો નાશ કરીને ફરાર થઈ ગઈ હતી. મહિલાએ દાવો કર્યો છે કે તેણીએ પોતાની લાજ બચાવવા માટે પહેલા મહેશને ધક્કો માર્યો હતો. મહેશે બળજબરી કરવાનું ચાલુ જ રાખતા ગીતાએ તેનું માથું બ્રિજની દીવાલ સાથે અથડાવી દીધું છે. પોલીસ તપાસમાં મરનાર યુવકના હાથમાં નેહા નામનું ટેટૂ ત્રોફાવેલું હોવાનું સામે આવ્યું છે. આ યુવાન ફ્રૂટની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.આવ્યું છે. આ યુવાન ફ્રૂટની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.