સહકારી મંડળીઓની ચુંટણી પ્રક્રિયા મોકુફ
અમદાવાદ, ચુંટણી પંચે ગુજરાતમાં આઠ વિધાનસભાની યોજાેલ ચૂંટણીના અનુસંધાનમાં રાજ્યના સહકારી વિભાગ દ્વારા જેની ચુંટણી યોજાવાની હોય તેવી તમામ સહકારી મંડળીઓ પેટા ચુંટણીઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના કૃષિ ખેડુત અને સહકાર વિભાગ દ્વારા સહકારી મંડળીઓની ચુંટણી પાછી ધકેલવામાં આવી રહેલ અંગે પરિપત્રમાં જણાવ્યું હતું કે ભારત ચુંટણી આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાત વિધાનસભાની આઠ પેટા ચુંટણી ઓક્ટોબર નવેમ્બરમાં યોજાવાની છે તે જિલ્લાનું વહીવટી તંત્ર આ કામગીરીમાં રોકાયેલ હોવાથી સહકારી મંડળીની ચુંટણી યોજી શકાય તેમ નથી. આથી જે જિલ્લામાં પેટા ચુંટણી ૧૦મી નવેમ્બર ૨૦ સુધી યોજાનાર હોય તેવી તમામ પ્રકારની સહકારી મંડળીની ચુંટણી પ્રક્રિયા ગુજરાત વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી અંગેની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી મોકુફ રખાશે.SSS