રાજ્ય પરીક્ષા બોર્ડની શિષ્યવૃત્તિ પરીક્ષામા તક્ષશિલા સ્કુલના વિદ્યાર્થીઓનો દબદબો
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનુપરિણામ જાહેર થતા આ પરીક્ષામા હળવદની તક્ષશિલા સ્કુલના વિદ્યાર્થીઓ એ ભવ્ય સફળતા મેળવી. પ્રાયમરી સ્કોલરશિપ એક્ઝામ કેટગરીમા ખુમાણ એંજલ, પટેલ શ્રેય, પટેલ ગૌરાંગે પ્રથમ નંબર મેળવ્યો અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ કેટેગરીમા ઝાલોડિયા અક્ષુ, વરમોરા નિરાલી, પટેલ દિયા, સાવન પરમાર, સુરેલા રાહુલ અને નિલેશ પરમારે પ્રથમ રેન્ક મેળવ્યો હતો.
તમામ વિદ્યાર્થીઓને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામા આવ્યા હતા. શાળાના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ પટેલે ભાષા, ગાણિતીક કોયડા અને વૈજ્ઞાનિક અભિગમની યોજાયેલ આ કસોટીમા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા