મગફળીનું વાવેતર કરતા ખેડૂતોમાં આનંદ : ટેકાના ભાવ જેટલો ભાવ માર્કેટયાર્ડમાં મળી રહેતા અરવલ્લી જીલ્લાના ખેડૂતોને હૈયે હાશકારો
ખેડૂતો ને મગફળીના બજાર કિંમત કરતા વધુ ભાવ મળી રહે તે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ પ્રતિ ૨૦ કિલોએ ૧૦૫૦ રૂપિયાના ભાવે ટેકાના ભાવથી મગફળી ખરીદ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. અરવલ્લી જીલ્લા સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૧ ઓક્ટોમ્બરથી નોંધણી શરુ કરી દેવામાં આવી છે નોંધણી કરાવવામાં પડતી પારાવાર મુશ્કેલીઓ,મોડું ચુકવણું અને મગફળી સંગ્રહની પરોજણના પગલે મોટા ભાગના ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી વેચી દેવા મજબુર બને છે
જીલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું પરંતુ અપૂરતા વરસાદના પગલે ઉત્પાદન ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના પ્રતિ કિલોએ રૂ.૯૫૦ થી ૧૧૦૦ રૂપિયા જેટલો ભાવ મળી રહેતા ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે પહોંચી રહ્યા છે ટેકાના ભાવની આસપાસ મગફળીનો ભાવ માર્કેટયાર્ડમાં મળી રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે
સરકારે ૧૦૫૦ રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરવાની સાથે હાલ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે ટેકાના ભાવે મગફળી વેચાણ કર્યા પછી સરકારે નક્કી કરેલ એજન્સી તરફથી સમયસર નાણાં ન ચુકવાતા હોવાનું ખેડૂતો માની રહ્યા છે દિવાળીના તહેવારો અને શિયાળુ ખેતી માટે નાણાંની તાતી જરૂરિયાત સર્જાતી હોવાથી ખેડૂતો માર્કેટયાર્ડમાં હરાજીમાં મગફળી વેચવા મજબુર બનતા હોય છે
ત્યારે ચાલુ સાલે માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહેતા અરવલ્લી જીલ્લાના ખેડૂતોએ હૈયે હાશકારો અનુભવ્યો છે મોડાસા માર્કેટયાર્ડમાં સરકારે જાહેર કરેલ ટેકાના પ્રતી મણ ૧૦૫૦ રૂપિયા સામે ખેડૂતોની મગફળીની ગુણવત્તા પ્રમાણે મણે રૂ.૯૫૦ થી ૧૧૦૦ રૂપિયા મળી રહેતા ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં મગફળી માટે પહોંચી રહ્યા છે