પ્રાંતિજ ખાતે વિજકંપની દ્વારા વીજ અકસ્માત જાગૃતિ અંગેના ઠેર-ઠેર હોલ્ડિંગ લાગ્યા
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વિજકંપની દ્વારા વીજઅકસ્માત જાગૃતિ અંગેના ઠેર-ઠેર હોલ્ડિંગ લગાડવામાં આવ્યા .
થોડીક જાગૃતતા , જિંદગી ભર ની સલામતી સાથે પ્રાંતિજ ખાતે ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા પ્રાંતિજ નાનીભાગોળ , ભાખરીયા બસસ્ટેન્ડ પાસે , એપ્રોચ રોડ હરીઓમ પાર્ક સોસાયટી , પ્રાંતિજ નગર પંચાયત આગળ , બજાર ચોક સહિત ના વિવિધ વિસ્તારોમાં વીજ અકસ્માત નિવારણ ના ઉપાયો સાથે ઠેરઠેર પ્રાંતિજ માં હોલ્ડીંગ લગાવવામાં આવ્યા
જેમાં વીજ અકસ્માત થી કેવી રીતે બચી શકીએ છીએ તે વિષે જાગૃતતા જિંદગી ભરની સલામતી ના હોલ્ડીંગ બોડ લાગતા લોકો માં જાગૃતિ તો આવશે ત્યારે ઉત્તર ગુજરાત વિજકંપની લિમિટેડ ની વીજ અકસ્માત નિવારણ ના ઉપાયો સાથે લાગેલા હોલ્ડિંગ થી લોકો માં ખરેખર જાગૃતિ આવશે તેમ કહીએ તો નવાઇ નહી .