મુકેશ સહનીની વિકાસશીલ ઇસાન પાર્ટીને ભાજપે ૧૧ બેઠકો આપી
પટણા, મુકેશ સહનીની વિકાસશીલ ઇસાન પાર્ટી વીઆઇપી એનડીએમાં સામેલ થઇ છે. બિહાર વિધાનસભા ચુંટણીમાં મુકેશ સહનીની પાર્ટી ૧૧ બેઠકો પર ચુંટણી લડશે.આજે ભાજપે વીઆઇપીની સાથે ગઠબંધનની જેહારત કરતા પોતાના કવોટાની ૧૨૧ બેઠકોમાંથી ૧૧ બેઠકો આપવાની જાહેરાત કરી છે ભાજપે ભવિષ્યમાં મુકેશ સહનીને એક એમએલસી બેઠક આપવાની પણ વાત કહી છે.
એ યાદ રહે કે વિકાસશીલ ઇસાન પાર્ટી મહાગઠબંધનનો હિસ્સો હતાં જે દિવસે મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણીની જાહેરાત થઇ તે દિવસે પત્રકાર પરિષદમાં વીઆઇપીના અધ્યક્ષ મુકેશ સહનીએ રાજદ પર દગાબાજીનો આરોપ લગાવ્યો હતો અને મહાગઠબંધનથી સંબંધ તોડી નાખ્યો હતો.
એનડીએમાં સામેલ થયા બાદ સહનીએ કહ્યું કે જે ગઠબંધનથી અમે રાજનીતિક કેરિયરની શરૂઆત કરી હતી એકવાર ફરીથી અમે તે ઘરમાં આવી ગયા છીએ આ વાત મારા માટે ખુશીની છે. સહનીએ કહ્યું કે આજેથી અમે પુરી મજબુતીથી બિહાર એનડીએની સાથે છીએ અમે નીતીશકુમારને એકવાર ફરીથી મુખ્યમંત્રી બનાવવાનું કામ કરીશું. એ યાદ રહે કે ૨૦૧૫ની વિધાનસભા ચુંટણીમાં વીઆઇપી ભાજપની સાથે હતી.
આજે પટણામાં આયોજીત એક પત્રકાર પરિષદમાં વીઆઇપીના એનડીએમાં સામેલ થવાની માહિતી આપવામાં આવી હતી આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલ બિહાર ચુંટણી પ્રભારી દેવેન્દ્ર ફડનવીસ અને સુશીલ મોદી હાજર હતાં.
વીઆઇપી જે બેઠકો પર ચુંટણી લડશે તેમાં બ્રહ્યપુર બોચહા,ગૌરા બોરામ,સિમરી બખ્તિયારપુર, સુગૌલી, મધુબની, કેવટી, સાહેબગંજ બલરામપુર અલીનગર બનિયાપુરનો સમાવેશ થાય છે.
આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ કહ્યું કે આ વખતે ચુંટણીમાં એનડીએથી સૌથી વધુ અતિ પછાત સમાજના લોકોને ટિકિટ આપવામાં આવી છે. મોદીએ કહ્યું કે બિહારમાં આજે ૧૬૧૦૦ મુખ્યા અતિ પાછત સમાજના છે આ એનડીએ સરકારની જ દેન છે.એનડીએ સરકારે જ પંચાયતોમાં અનામતની વ્યવસ્થા લાગુ કરી છે. લાલુ સરકારે તો ૨૩ વર્ષ સુધી પંચાયતોની ચુંટણી જ કરાવી ન હતી.HS