ઓઢવમાં ગેસ્ટ હાઉસમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
(પ્રતિનિધિ) અમદાવાદ, ઓઢવ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની માહીતી મળતાં પોલીસે છટકું ગોઠવીને મેનેજર સહીતના સ્ટાફને તથા એક ગ્રાહકને પણ કઢંગી હાલતમાં ઝડપી લીધો છે ગેસ્ટ હાઉસમાંથી ૩ સ્ત્રીઓ પણ મળી આવી છે.
આ અંગેની વિગત એવી છે કે ઓઢવ પોલીસના પીએસઆઈ ડી.બી. પલાસને સ્વામીનારાયણ ચેમ્બર્સ, ગોપીનાથી એસ્ટેટમાં આવેલા ક્રિષ્ના ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી જેના આધારે તેમણે નકલી ગ્રાહક ગેસ્ટ હાઉસમાં મોકલ્યો હતો જેણે ઈશારો કરતાં જ પોલીસે ગેસ્ટ હાઉસ પર છાપો માર્યો હતો
અને બે મેનેજર ઈન્દ્રસીંગ જશવંતસીંગ રાવ (મુળ. ડુંગરપુર, રાજસ્થાન) તથા કુલદીપસીંગ રામસીંગ રાવ (મૂળ. બાંસવાડા, રાજસ્થાન) ઉપરાંત મદદનીશ કલસીંગ રાવ નામના વ્યક્તિને પણ ઝડપી લીધો હતો તપાસ દરમિયાન એક ગ્રાહક રૂમમાંથી કઢંગી હાલતમાં ઝડપાયો હતો જયારે દેહવિક્રયના ધંધામાં સંડોવાયેલી બે પશ્ચિમ બંગાળ તથા એક મહારાષ્ટ્રની સ્ત્રીઓ મળી આવી હતી. પોલીસે ગેસ્ટહાઉસના માલિક વિક્રમ રાવ સહીત પાંચ શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.