એક તરફી પ્રેમમાં પાગલ યુવકે નિવૃત્ત આર્મી જવાનની પુત્રી પર હુમલો કરતા ચકચાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સમગ્ર દેશમાં કન્યા કેળવણી,બેટી બચાવો-બેટી પઢાવો અને ભૃણહત્યા અટકાવવો જેવા સુત્રો સાથે સરકાર અને વિવિધ સંગઠનો દ્વારા અલગ-અલગ કાર્યક્રમો કરી દિકરીને પુરુષ સમોવડી બનાવવા માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર રાજ્યમાં મહિલાઓ સલામત હોવાના બણગા ફૂંકી રહી છે બીજીબાજુ બાળકીઓ,સગીરાઓ,મહિલાઓ પર બળાત્કાર ગુજારવાની ઘટનાનોનો ગ્રાફ સતત વધતા રાજ્યમાં મહિલાઓ અસલામતી અનુભવી રહી છે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં સામુહિક દુષ્કર્મ અને દુષ્કર્મની અનેક ઘટનાઓ બહાર આવી રહીહુમલા મોડાસા શહેરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કારની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે માલપુર તાલુકાના ખાલીકપુર ગામે એક યુવતી પર એક તરફી પ્રેમમાં અંધ બનેલ મોડાસા તાલુકાના મુલોજ ગામના યુવકે વહેલી સવારે યુવતીના ઘરે પહોંચી મોઢાના ભાગે હુમલો કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી લોહીલુહાણ હાલતમાં રહેલી યુવતીને પરિવારજનોએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી માલપુર પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હુમલાખોર યુવકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા
મોડાસા તાલુકાના મુલોજ (ડેરા ડુંગરી) ગામનો શૈલેષ કાંતિભાઈ પટેલીયા નામનો યુવક માલપુર તાલુકાના ખાલીકપુર ગામે રહેતા નિવૃત્ત આર્મી જવાનની ૧૮ વર્ષીય પુત્રીના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો અને યુવતીના ઘરની આજુબાજુમાં ચક્કર મારે જતો હતો બે મહિના અગાઉ નિવૃત્ત આર્મી જવાનની ઘેર હાજરીમાં યુવતીના ઘર નજીક પહોંચતા આર્મી જવાનની પત્નીએ ઠપકો આપતા એક તરફી પ્રેમમાં ડૂબેલ શૈલેષે યુવતીની માતાને બીભસ્ત ગાળો બોલી તું તારી છોકરીનું લગ્ન કેવી રીતે કરે છે…?
તે જોવું છું અને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો ફરીથી મંગળવારે વહેલી સવારે ૪ વાગે ફરીથી અંધારાનો લાભ લઈ ખાલીકપુર યુવતીના ઘરે પહોંચી ભર ઊંઘમાં રહેલી યુવતીના મોઢાના ભાગે હુમલો કરી દેતા યુવતી લોહીલુહાણ બનતા બુમાબુમ કરતા તેની માતા અને નિવૃત્ત આર્મી જવાન દોડી ગયા હતા શૈલેષ હુમલો કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી વહેલી સવારે યુવતી પર એક તરફી પ્રેમમાં પાગલ શૈલેષ ટેલીયાએ હુમલો કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત યુવતીને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસાની સાર્વજનીક હોસ્પિટલમાં ખસેડાઇ હતી સમગ્ર મામલો માલપુર પોલીસ સ્ટેશને પહોંચતા માલપુર પોલીસે શૈલેષ કાંતિભાઈ પટેલીયા સામે ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કરી એક તરફી પ્રેમમાં પાગલ બનેલ હુમલાખોર યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા