ગુજરાતમાં ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણથી એક પણ મૃત્યુ નહીં

આહવા: ગુજરાતમાં ૧૩૧૧ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે અમદાવાદમાં ચાર અને સુરતમાં ત્રણ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે રાજયમાં કુલ કેસોનો આંકડો ૧,૪૬,૬૭૩ થયો છે અને કુલ મૃત્યુ આંક ૩૫૩૧ થયો છે દુજરાતમાં અત્યારે એકિટવ કેસોની સંખ્યા ૩૫૩૧ છે ત્યારે ડાંગ જિલ્લામાં હજુ સુધી કોરોનાને કારણે એકપણ મોત સામે આવ્યું નથીરાજયમાં કોરોનાનો આંક ડાંગ જિલ્લામાં ઓછામાં ઓછો છે ત્યારે અત્યાર સુધીમાં કતુલ ૧૦૭ કેસ નોંધાયા છે.
ડાંગ જિલ્લાની વાત કરીએ બુધવારે કોરોના સંક્રમણનો એક કેસ નોંધાયો હતો હાલમાં કોરોનાના ૧૫ એકિટવ કેસ છે જયારે ૯૨ લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે
જયારે કુલ કેસની સંખ્યા ૧૦૭ છે મહત્વનું છે કે મંગળવારે પણ અહીં કોરોનાનો એક કેસ નોંધાયો હતો આહવા સરદાર માર્કેટમાં ૫૫ વર્ષીય. મહિલાનો કોવિડ ૧૯ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવકતા આરોગ્ય વિભાગ તેમજ સરકારી તંત્ર સંક્રમિત દર્દીના ઘરે પહોંચીને સંક્રમિત તેમજ તેના સગાસંબંધીઓને આરોગ્ય ચકાસણી કરી હતી. પોઝિટવ વ્યક્તિને આહવાની કોરોના કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
ગુજરાતમાં અન્ય જિલ્લાની વાત કરીએ તો આજે સુરતમાં ૨૮૦,અમદાવાદમાં ૧૮૮, રાજકોટમાં ૧૩૪ વડોદરામાં ૧૨૪ અને જામનગરમાં ૯૩ કેસ નોંધાયા છે આ સાથે મહેસાણામાં ૫૩, ગાંધીનગરમાં ૫૦ જુનાગઢમાં ૩૯,અમરેલીમાં ૩૩ બનાસકાંઠા ૩૩ કચ્છમાં ૨૭ ભાવનગરમાં ૨૭ અને પાટણમાં ૨૫ કેસ નોંધાયા છે