ઝઘડિયાના ખરચી ગામે પાંચ વર્ષ જૂના ઝઘડાની રીસ રાખી ફરી બંને પક્ષો વચ્ચે મારામારી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયાના ખરચી ગામે ગતરોજ પાંચ વર્ષ જૂના ઝગડા બાબતે થયેલ મારામારીમાં એકબીજાને ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા બંને પક્ષોના ઈસમો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા જયાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને ઈજાઓ પહોંચી હતી.ખરચી ગામે ગતરોજ સાંજે થયેલા ઝઘડા ની ફરિયાદી મનિષાબેન વિજયભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી છે.જ્યારે ભરૂચ સિવિલ ખાતે થયેલા ઝઘડાની ફરિયાદ પ્રવીણભાઈ સરોજભાઈ વસાવાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
ગતરોજ ઝઘડિયા તાલુકાના ખરચી ગામે પાંચ વર્ષ જૂના ઝઘડાની અદાવત રાખી બંને પક્ષોના ઈસમો વચ્ચે મારામારી થઈ હતી.જેમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.ઝગડાની પહેલી ફરિયાદમાં ખરચી ગામે રહેતા મનિષા વિજયભાઈ પટેલ ઘરકામ કરે છે.ગતરોજ સાંજે મનિષાબેનના પતિ વિજયભાઈ પટેલ સાંજના સમયે અંબાજી મંદિર ખાતે બેસવા ગયેલા,ત્યારે મંદિર ખાતે બૂમાબૂમ અને મારામારી થઈ હતી જે જોવા મનિષાબેન ત્યાં ગયા હતા.ત્યારે ખરચી ગામનો અજય સુખદેવભાઈ વસાવા તથા તેની સાથે આવેલા અન્ય ઈસમો વિજયભાઈ સાથે મારામારી કરતા હતા.
જેને છોડાવવા મનિષાબેન વચ્ચે પડતાં તેને પણ આંગળીના ભાગે ઈજા થયેલ અને તેમના પતિને ગેબી માર વાગ્યો હતો.અજય સુખદેવ વસાવા સાથે આવેલા અન્ય ઈસમો વિજયભાઈને મારી જતા જતા તેમને મારી નાખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત વિજયભાઈ મગનભાઈ પટેલને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા.મનિષાબેને ઝઘડિયા પોલીસ મથકમાં (૧) અજય સુખદેવભાઈ વસાવા (૨) માણેક બેચરભાઈ વસાવા (૩) પ્રવીણ રમણભાઈ વસાવા (૪) નરેશ રેશમાભાઈ વસાવા (૫) રવિ શરદભાઈ વસાવા તથા અન્ય બીજા બે ઈસમો જેના નામ ખબર નથી તમામ રહે.તળાવ ફળિયું ખરચી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ખરચી ગામની મારામારીની બીજી ઘટનામાં ખરચી ગામે રહેતા પ્રવિણ સરોજભાઈ વસાવા ખેતીકામ કરે છે.ગતરોજ ખરચી ગામ ખાતે વિજયભાઈ મગનભાઈ પટેલના સાથે તેમને મારામારી થયેલ જેમાં પરેશ તથા પ્રવીણને ૧૦૮ એમ્બ્યુલન્સ માં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.તેમની સાથે તેમના સંબંધી સુખદેવ રામુભાઈ વસાવાની ગાડી માં અન્ય ઈસમો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા. તેઓ જ્યારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાર્કીંગમાં ગાડી પાર્ક કરી નીચે ઉતરી હોસ્પિટલમાં જતા હતા.
તે દરમ્યાન રાત્રીના દસ વાગ્યાના અરસામાં ત્યાં ખરચી ખાતે થયેલ ઝઘડાના વિજયભાઈ મગનભાઈ પટેલ તથા અન્ય ઈસમો અને મહિલાઓ તેમની પાસે આવી ગમેતેમ ગાળાગાળી કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગેલો જેમાં વિજયભાઈ મગનભાઈ પટેલનાઓ જોરજોર થી બૂમો પાડી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી તમને માર ની જરૂર છે તેમ કહી છાતીના ભાગે મોઢાના ભાગે ફેટ મારી દીધી હતી.જેથી તેમને લોહી નીકળવા લાગેલ અને વધુ ઝપાઝપી થતાં પ્રવીણભાઈ નીચે પડી ગયા હતા તે દરમ્યાન તેમને કોઈ અણીદાર વસ્તુ વાગી જતા તેવો ઈજાગ્રસ્ત થયા હતા.
નિલેશ રામજીભાઈ વસાવા નામના ઈસમે દોડી જઈ ઈકો ગાડી કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ જે ચાલુ કરી અજય સુખદેવભાઈ સાથે જોરથી અથાડી દઈ તેને બંને પગે ઈજા કરેલ અને વિજય મગનભાઈ પટેલ તથા તેની સાથેની ત્રણ મહિલાઓએ સુખદેવની ગાડી પાસે જઈ લોખંડની પ્લેટ અને પથ્થર વડે ગાડીના આગળ પાછળના કાચ ફોડવા લાગેલ તે દરમિયાન પોલીસ ત્યાં આવી જતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા જે બાબતે પ્રવીણ સરોજભાઈ વસાવાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં (૧) વિજય મગનભાઈ પટેલ (૨) હાર્દિક મગનભાઈ પટેલ (૩) હેમંત મગનભાઈ પટેલ (૪) નિલેશ રામજીભાઈ વસાવા (૫) પ્રેમ માસ્ટર નો છોકરો તથા ત્રણ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.