ઉંઘ આવતી નથી તેના કારણો શોધી દૂર કરવામાં આવે
ઊંઘ ન આવવાના અનેક કારણો હોય છે. જેમાં ઊંઘવાના સમયે ન ઊંઘવું, ચિંતા, શોકયુક્ત વાતાવરણ, વાયુ, પિત્તના રોગો, શરદી, સળેખમ, શ્વાસ, ક્ષય, અતિસાર, ઊલટી, શૂળ-પીડા, હેડકી, તૃષા, કેટલાક કષ્ટદાયક અસાધ્ય રોગો અને કેટલીક માનસિક ઉલઝનોને લીધે ઊંઘ આવતી નથી. ઘણીવાર વિભિન્ન ઔષધોના પરિણામે પણ ઊંઘ આવતી નથી. શારીરિક અને માનસિક પરિશ્રમના અભાવે પણ અનિદ્રા ઉત્પન્ન થાય છે. જાે અનિંદ્રાની તકલીફ વધારે દિવસો સુધી ચાલે તો અનેક પ્રકારના ઉપદ્રવો ઉત્પન્ન થાય છે. જેવા કે ચક્કર આવવા, બેચેની, થાક, સ્ફૂર્તિનો અભાવ, શીરઃશૂળ, આંખોમાં બળતરા વાયુ તથા પિત્તના રોગો થવા, પાચનતંત્ર તથા નર્વસતંત્રની ગડબડ વગેરે.
ધર્મના પ્રાચીન ગ્રંથોમાં જણાવાયું છે કે, શરીરને ટકાવી રાખવા માટે ત્રણ ખાસ બાબતોની આવશ્યકતા રહે છે. ઉચિત અને પૌષ્ટિક આહાર, યુક્તિપૂર્વકનું બ્રહ્મચર્ય અને ઉચિત નિદ્રા. આમાંથી આપણને જાે ઉચિત રીતે માત્ર નિંદ્રા ન આવે તો પણ, અનેક પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો ઉત્પન્ન થાય છે.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ટકાવી રાખતી ઊંઘ જ્યારે વેરણ બને ત્યારે તેને મનાવવા માટે નિમ્ન ઉપાયો પ્રયોજવા, માથા પર તેલનું માલિશ, ઉબટન લગાડીને, શરીરને ગમે એટલા ઠંડા પાણીનું સ્નાન, ગાયના ઘીથી અથવા કોપરેલ તેલમાં પાણી મેળવીને પગના તળિયા પર માલિશ શરીરને હળવા હાથે દબાવવો, ખુલ્લી હવામાં સુખદાયી પથારીમાં સૂવું તથા મનપસંદ સુગંધિત ફૂલોને સૂંઘવા અથવા સુગંધિત વાતાવરણમાં સૂવું મધુર અને મનપસંદ કણર્પ્રિય સંગીત સાંબળવું.
તથા આહારમાં ગાય કે ભેંસનું દૂધ, ભાત, ઘઉંના પદાર્થાે, સાકરથી બનાવેલ મીઠાઈઓ, સુપાચ્ય શીતળ શરબત, નાળિયેરનું પાણી તથા આસવ અરિષ્ટના ઉપયોગથી સારી ઊંઘ આવે છે. તાજેતરમાં થયેલા કેટલાંક અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુઓ સામેના સતત યુદ્ધથી ક્ષીણ થઈ ગયેલું શરીરનું રોગપ્રતિકારક શક્તિનું તંત્ર પૂરતી ઊંઘથી ફરી ચેતનવતું બને છે. અપૂરતી ઊંઘથી વ્યક્તિની પ્રતિક્રિયા અને પ્રત્યાઘાતની પ્રક્રિયા ધીમી પડે છે. ચપળતા ઘટી જાય છે અને શરીરની આંતરિક પ્રક્રિયા ખોરવાય છે. ઊંઘના આવવાથી અને ના ઊંઘવાથી થતા નુકસાન વિષે જાેઈએ.
આજકાલ રાત્રે મોડા સૂવાનું અને સવારે ખૂબ મોડા ઊઠવાના ક્રમને યુવાવર્ગ આધુનિકતાની નિશાની ગણે છે. વ્હોટસએપ, ફેસબુક, ટિ્વટરે યુવાપેઢીની ઊંઘ ઉડાડી દીધી છે. પરિણામે ખીલ, ખોડો, સફેદવાળ, વહેલાં ચશ્માં આવી જવાં, વજન વધવું વગેરે અનાયાસે એમને પરેશાન કરે છે. જેનાથી તેઓ અજ્ઞાત છે.
બ્લડપ્રેશરને લીધે જાે ઊંઘ ન આવતી હોય તો સર્પગંધાની એક ટીકડી રાત્રે સૂતી વખતે લેવી. જાે કોઈને પેટ-પાચનની તકલીફ કે પીડા-દુખાવાને લીધે ઊંઘ આવતી ન હોય, તો ખુરાસાની અજમાનું ચૂર્ણ બેથી ત્રણ ચપટી જેટલું પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. માનસિક કે શારીરિક થાકને લીધે જ ઊંઘ ન આવતી હોય તો રાત્રે જમ્યા પછી અડધા કપ જેટલા અશ્વગંધારિષ્ટમાં એટલો જ દ્વાક્ષાસવ મિશ્ર કરી તેમાં આ બે ઔષધો જેટલું પાણી ઉમેરી ધીમેધીમે ચાની જેમ પીવું.
નિદ્રાપ્રદ ઔષધોમાં અશ્વગંધાની ગણતરી થયેલી જ છે. આમેય આસવઅરિષ્ટના પ્રયોગો નિદ્રાપદ ગણાવાયા જ છે. અશ્વગંધા ક્ષીરપાક- સોમ્ની ફેરમ નામનું ઊંઘ લાવનારું તત્વ ધરાવતાં અશ્વગંધાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ એક કપ દૂધમાં લઈ, તેમાં તેટલું જ પાણી નાંખી ઉકાળી નાંખવું. પાણી બળી જાય પછી તેમાં બે ચપટી ગંઠોડા અને એકાદ ચમચી ખાંડ નાંખી પીવું. અશ્વગંધા ક્ષીરપાકને બદલે અશ્વગંધારિષ્ટ ૨-૨ ચમચી જેટલું લઈ પાણી ઉમેરીને પણ લઈ શકાય. પ્રથમ ચૂર્ણ જટામાંસી, તગર અને ઉપલેટ-કઠનું સરખા ભાગે ચૂર્ણ બનાવી તેમાંથી અડધો ગ્રામ પાણી સાથે ફાકી જવું. તેનાથી વિચારોનું આક્રણ ઘટે છે. ઊંઘ સારી આવે છે.
ઊંઘ ન આવવાના શારીરિક અને માનસિક અનેક કારણો હોઈ શકે. આમાંથી મૂળભૂત કયા છે ? તે શોધીને દૂર કરવામાં આવે તો ઊંઘને મનાવવા જવું પડતું નથી. ઊંઘના મૂળભૂત કારણો જાણ્યા વગર માત્ર ટ્રાંકવીલાઈઝર ઔષધોની ટીકડીઓ ખાધા કરવી તે અંતતોગત્વા હાનિકારક જ સાબિત થાય છે. મને ઉંઘ નથી આવતી ૬૦ વર્ષનાં સુશીલાબેન ફરિયાદ કરે છે. મને મોડા સુધી સુધી ઊંઘ નથી આવતી ૩૦ વર્ષનાં સૈફભાઈ ફરિયાદ કરે છે. મને વિચારો ખૂબ આવે છે, તેથી ઊંઘ નથી શકતી ૪૨ વર્ષના કોમલબેન ફરિયાદ કરે છે.
આયુર્વેદના આચાર્યાેએ ઊંઘને ભૂતધાત્રી એટલે કે પ્રાણીઓના શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, તેટલી જરૂરિયાત ઊંઘની પણ છે. મોડે સુધી ટી.વી. સીરીયલો જાેતાં સુશીલાબેનને સાસુ-વહુનાં છળકપટ રાત્રે ઊંઘવા નહોતાં દેતાં. સૈફભાઈને એસિડીટી ઊંઘવા નથી દેતી. કોમલબેનને મેનોપોઝનો કારણે હોર્માેન્સ બદલાવાથી, આયુર્વેદ મતાનુસાર વાયુની અનિયમિત ગતિને કારણે ઊંઘ નથી આવતી. માનસિક તકલીફોને લીધે અથવા માનસિક રોગોને લીધે
જાે ઊંઘ ન આવવી હોય તો, શંખપુષ્પી, આમળા, અશ્વગંધા, શતાવરી, બ્રાહ્મી અને સાકરનું સમભાગે ચૂર્ણ બનાવીને અડધીથી એક ચમચી જેટલું રોજ રાત્રે જમ્યા પછી લેવું. સોબેરીન વટીનો અમારા અનુભવ સિદ્ધ મારા બાપુજીના સમયથી કરતા આવ્યા છે જેના પરિણામ જે લોકોને સેડેટિવ્સની આદત પડી હોઈ તેવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે તેનું સેવન માત્ર વૈદની સલાહ મુજબજ કરવી અને ઘણા સમય સુધી એમનો સંપર્ક રાખવો. સુ.બ્રાહ્મીવટી, શંખપુષ્પી, અશ્વગંધા, શતાવરી, લઈ શકાય.