દરીયાપુરમાં બેંક કર્મચારીની ઓળખ આપી યુવાન સાથે ૬૮ હજારની ઠગાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, દરીયાપુરમાં રહેતા એક યુવાને ફોન ખરીદ્યા બાદ ગઠીયાએ તેને હપ્તા ભરવા માટે ઓટીપી આવશે તેવો ફોન કર્યો હતો જાેકે યુવાને શંકા વ્યકત કરતાં ગઠીયાએ એક જ સમાજના હોવાનું કહીને યુવકને વિશ્વાસમાં લઈ રૂપિયા ૬૮ હજારની વધુની છેતરપીંડી આચરી હતી.
આ અંગેની વિગત એવી છે કે અયાઝ અબ્દુલમિયાં શેખ (૩૬) મોટી અલીની પોળ, ડબગરવાડ દરીયાપુર ખાતે રહે છે તેમણે પોતાના બેંકના કાર્ડ ઉપર તાજેતરમાં મોબાઈલ ફોન ખરીદ્યો હતો ત્યારબાદ તેમને અસફાક શેખ નામના શખ્સે ફોન કરી બેંકમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી અને આવતા મહીનેથી તમારા હપ્તા ચાલુ કરવાના હોઈ ફોનમાં ઓટીપી આવશે તે આપવા જણાવ્યું હતું જાેકે અયાઝભાઈએ શંકા વ્યકત કરતા તેણે આ પ્રોસીઝર છે અને હું પણ મુસ્લીમ સમાજનો છું તમારા સારા માટે કહું છુ.”
તેવી વાત કરી હતી જેથી ગઠીયાની વાતોમાં આવી ગયેલા અયાઝભાઈએ તેને ઓટીપી આપી દેતા તેણે ૬૮,૩૦૦ રૂપિયાની ખરીદી કરી હતી આ અંગે અયાઝભાઈએ તુરંત સાયબર ક્રાઈમને જાણ કરી હતી જેથી તપાસ હાલ ચાલી રહી છે.