પોપ્યૂલર બિલ્ડર ગ્રુપમાં ૨૫ સ્થળોએ આઈટીનો સપાટો
અમદાવાદ, શહેરના પોપ્યુલર બિલ્ડર ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરને આઇટીના દરોડા પાડવામાં આવ્યાં છે. આઈટી વિભાગે એક સાથે ૨૫ સ્થળોએ દરોડા પાડ્યાં છે. શહેરનાં વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડા પડતાં અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસે અને ઘરે જઇને આઈટી વિભાગે દરોડા પાડ્યાં છે જેમાં ૧૪ બેન્ક લોકરો સીલ કર્યા છે કમ્પ્યુટર અને લેપટોપના દેતા સીલ કર્યા છે, મોટી માત્રામાં જવેરાત મળી આવ્યા છે, ૩ ખાનગી સરનામાં ઉપર પણ તાપસ હાથ ધરવામાં આવેલ છે અને ભરત પટેલ નામના વ્યક્તિ પર અનેક દસ્તાવેજો મળી આવતા આઈ.ટી ઘ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પોપ્યૂલર બિલ્ડર ગ્રુપમાં આઈટી વિભાગે રેડ પાડતા બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ ફેલાઇ ગયો છે. આજે વહેલી સવારે આઈટી વિભાગે અમદાવાદમાં ૨૫ જગ્યાએ દરોડાં પાડ્યાં છે. ત્યારે શહેરનાં વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યુલર ગ્રુપ રમણ પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સિવાય દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલને ત્યાં પણ દરોડાં પાડવામાં આવ્યાં છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના નિવાસ સ્થાને પણ આઈટી આજે રેડ પાડીને સપાટો બોલાવ્યો છે. નોંધનીય છે કે સવારના ૮ વાગ્યાથી આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોપ્યુલર બિલ્ડર ગ્રુપ રમણ પટેલ પુત્રવધૂએ કેસ કરતા વિવાદમાં આવી ચૂક્યાં છે.
અમદાવાદમાં ઘણાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન આજે ચલાવવામાં આવ્યું છે, જેમાં અનેક બિલ્ડરો ઝપેટમાં આવી રહ્યાં છે. આઈટી વિભાગના સર્ચ ઓપરેશનમાં આશરે બે ડઝન સ્થળોએ દરોડાં પાડી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલ સહિતનાં સંચાલકોને ત્યાં આઈટીનાં દરોડા પડ્યાં છે.SSS