ગાંધીનગર ક – માર્ગ નજીકના છાપરાઓ દૂર કરતું તંત્ર
ગાંધીનગર રેલવેસ્ટેશનની ઉપર બની રહેલ હોટેલના પુલનાં બાંધકામ માટે અને તેના ડેવલોપમેન્ટ માટે સરકારી જગ્યામાં રહેલા કાચા મકાનો દૂર કરાવવામાં આવ્યા છે.
ગાંધીનગરના રેલ્વે સ્ટેશન ઉપર આકાર પામી રહેલી હોટેલની આસપાસ સુંદર દૃશ્ય દ્રષ્ટિગોચર થાય એવા ઉદ્દેશથી આજે સવારે દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી.
હાઇકોર્ટે આપેલ 10 દિવસની રાહત બાદ આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન દ્વારા રેલવેસ્ટેશન પાછળ આવેલ દબાણો હટાવવા મેગા ડીમોલેશન હાથ ધરવામાં અવતા લોકો એ જાતેજ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આશરે 500 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા..
જેમાં હાલ 128 જેટલા લોકો ને હાલ કોલવડા મકાનો ફાળવવામાં આવ્યા હોવાનું પ્રાંત અધિકારી જે.એમ. ભોરણીયાએ જણાવ્યું હતું. જ્યારે અન્ય કેટલાક લોકો ને કોલવડા રોડ ઉપર ખુલ્લા પ્લોટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યા છે.