૨ સંતાનોની માતાને તેના પતિએ સાળાના વોટ્સ ઐપ પર તલાક આપતા પોલીસમાં કરી ફરિયાદ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ત્રણ તલાક બિલ રાજ્યસભા અને લોક સભામાંથી પાસ થઈ ચૂક્યા બાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની સાથે જ તેના પર કાયદો પણ બનાવી દેવાયો છે.તેમ છતા પણ ત્રણ તલાકની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં વોટ્સઅપ અને ફોન પર તલાક આપી દેવાના અનેક કિસ્સા બન્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં સૌપ્રથમવાર વોટ્સ ઐપ પર તલાક આપી દીધાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.જેમાં મોડાસાની મદની સોસાયટીમાં રહેતા પતિએ તેના સાળાના વોટ્સએપ પર પત્નીને તલાક… તલાક… તલાક… લખેલ કાગળ બે સાક્ષીઓના સહી સાથે મોકલી આપી તલાક આપી દેતા મહિલા અને તેના પિયર પક્ષના લોકો ચોકી ઉઠ્યા હતા.આખરે મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને તલાકના કાગળમાં સહી કરનાર બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસા શહેરના ખાનજી પાર્કમાં રહેતી યુવતીના વર્ષ – ૨૦૦૬ માં સામાજીક રીત રિવાજ મુજબ મોડાસાની મદની સોસાયટીમાં રહેતા સરફરાઝ મહેમૂદભાઈ ઇપ્રોલીયા સાથે થયા હતા પતિ શરૂઆતથી જ મહિલાને સારું રાખતો ન હતો પણ સામાજીક બંધનના પગલે ત્રાસ સહન કરતી હતી લગ્ન દરમિયાન એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો.હમણાં પતિ સુધરી જશે ની આશા સેવતી મહિલાને પતિના વર્તનમાં કંઈ સુધારો ન થતા અને અન્ય મહિલાને પત્ની તરીકે લાવવાની વાત કરતો હોવાની સાથે સાસુ-સસરા અને દિયર સાથે મળી
મહિલાને કાઢી મુકતા ૧૦ મહિના આગાઉ મહિલા તેના ૧૦ વર્ષીય પુત્ર અને ૮ વર્ષની પુત્રી સાથે પિતાના ઘરે રહેતી હતી મહિલાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા મહિલા પોલીસે ખાતે ચાલુ હતી ત્યારે પીડીત મહિલાના ભાઈના મોબાઈલ પર એક મહિના અગાઉ તલાકની જાણ કરતો પત્ર તેના પતિ સરફરાઝ ઇપ્રોલીયાએ મોકલી આપ્યો હતો જેમાં સાક્ષી તરીકે તેના મિત્ર ઇઝમામ સલીમભાઇ ગેણા અને મોહમ્મદ રફીક અબ્દુલ કરીમ પટેલે સહી કરતા મહિલા અને તેનો પરિવાર ચોકી ઉઠ્યો હતો મહિલાને તલાક સામાજીક રીતે થયા ન હોવાથી અને એક તરફી તલાક મંજુર ન હોવાથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.