Western Times News

Gujarati News

પ્રાંતિજ સ્વામિવિવેકાનંદ શોપીંગ સેન્ટર આગળ થયેલ દબાણો સોમવારે હટાવવામાં આવશે

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર માં દુકાનો આગળ થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા મામલે હાલતો નોટીસો ઉપર નોટીસો પાઠવી ને સમય પ્રસાર કર્યા બાદ આખરે સોમવાર ના રોજ દબાણ દુર કરવાનો નિર્ણય લેવાયો છે .

પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર દુકાનો આગળ કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ સેડ , ઓટલા  , દુકાનો બહાર સુધી આગળ વધારીને દબાણ ને લઈને દબાણ હટાવવા બાબતે અવરનવર પ્રાંતિજ નગર પાલિકા માં  દબાણ હટાવવા મામલે અરજદાર દ્વારા  લેખિતમાં અરજી કર્યા બાદ  પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ખુદ નગરપાલિકા શોપીંગ સેન્ટર માં થયેલ દબાણ હટાવવા  મામલે ખાલી નોટીસો ઉપર નોટીસો આપી સમય પ્રસાર કર્યો છે

ત્યારે નગરપાલિકાના  ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ ને આ અંગે પુછતાં તેવોએ જણાવ્યુ કે અમે સ્વામિવિકાનંદ શોપીંગ સેન્ટર ના દુકાન દારો ને  છેલ્લી નોટીસ પણ આપી દીધી છે અને નોટીસ આપ્યા ને આજે ચોથી દિવસ થયો છે અને અમે છેલ્લી નોટીસ માં દબાણ દુર કરવા ત્રણ દિવસ ની મહોલત પણ આપી હતી

તો ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ ને   દબાણ દુર કરવા અંગે પુછતા તેવોએ જણાવ્યુ કે તા. ૧૨|૧૦|૨૦૨૦ સોમવાર ના રોજ દબાણ દુર કરવામા આવશે ત્યારે અગાઉ પણ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરવા માટે ધોડે ચડી ને ગયેલ નગરપાલિકા ના અધિકારીઓ  લીલી તોરણે પરત ફર્યા હતાં અને પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓનો દિવસ નો સમય વેડફાયો હતો

તો આ વખતે ફરી તા.૧૨|૧૦|૨૦૨૦ ને સોમવાર ના રોજ દબાણ હટાવવા માટે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ જવાના છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વખતે ખરેખર દબાણો દુર થશે કે કેમ પછી ખાલી પોલીસ તથા અન્ય અધિકારી સહિત ના લોકો નો ટાઇમ વેસ્ટ કરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું

ત્યારે હાલતો સીએમ ઓફિસ  , જિલ્લા કલેક્ટર કચેરી તથા પ્રાંતિજ પ્રાન્ત કચેરી દ્વારા પણ દબાણ હટાવવા મામલે લેખિતમાં જાણકરી છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ખુદ પોતાના જ શોપીંગ સેન્ટરમાં કોના ઇસારે દબાણ હટાવી શકિત નથી તે તો આવનારા દિવસોમાં ખબર પડશે ત્યારે સોમવાર ના દિવસે ખરેખર દબાણો દુર થશે ખરાં એ તો હવે જોવું રહ્યું .! સંજય રાવલ પ્રાંતિજ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.