Western Times News

Gujarati News

સુરત : વરાછામાં બિલ્ડર દ્વારા આપઘાતના પ્રયાસથી ચકચાર

સુરત: સુરતમાં મોટા પ્રોજેક્ટો કરનાર બિલ્ડરો દ્વારા ભાગીદારો સાથે જ ઠગાઈ આચરાઈ રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં મોટા વરાછાના બિલ્ડરને તેના ભાગીદારો દ્વારા માનસિક ત્રાસ અપાયો હોય જેથી ઘર પાસે જ કારમાં બિલ્ડર વિપુલભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ એકતાટ્રસ્ટના અબ્દુલ મલબારીને થતા તેઓએ તેમને હોસ્પિટલે ખસેડ્યા હતાં. સુરતમાં મોટા મોટા પ્રોજેક્ટો કરનાર કેટલાક માથાભારે બિલ્ડરો દ્વારા ભાગીદારોને ધમકાવી તેઓની પ્રોપર્ટી પડાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

હાલમાં જ પાટીદાર આગેવાનએ જમીન માફીયા, પોલીસ અને પત્રકારના ત્રાસને લઈ આપઘાત કર્યુ હતું. ત્યારે વધુ એક બિલ્ડર દ્વારા ભાગીદારોના ત્રાસને લઈ આપઘાતનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા ખાતે રહેતા બિલ્ડર વિપુલ રંગાણીએ ભાગીદારીમાં માથાભારે બિલ્ડરો દિલીપ જાસોલીયા, સત્યમ તેજાણી, નિલેશ કોરાટ, ઈશ્વર સહિતનાઓ સાથે મળી મોટા વરાછામાં જ હરેકૃષ્ણ પ્રોજેક્ટ કર્યુ હતું. જેમાં તમામ ભાગીદારોએ વિપુલ રંગાણીનો ભાગ પડાવી લેવા તેની પાસે જબરજસ્તી પાવર લખી આપવા ધમકી આપી હતી.

જેથી ભાગીદારોના ત્રાસથી કંટાળી વિપુલ રંગાણીએ ઘર પાસે જ કારમાં બેસી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગેની જાણ એક્તા ટ્રસ્ટના અબ્દુલ મલબારીને થતા તેઓએ ત્યાં પહોંચી તેઓને પોતાની ગાડીમાં અઠવાલાઈન્સ ખાતે આવેલ રાધિકા હોસ્પિટલે ખસેડ્યા હતાં. જ્યાં હાલ તેઓની હાલત સુધારા પર છે. તો આ સમયે તેઓએ મીડિયા સમક્ષ પોતાની સાથે ભાગીદારો દ્વારા અપાતી ધમકી અંગે માહિતી આપી હતી. (આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર અંગે હવે જોવુ એ રહ્યું કે અગાઉ અનેક માથાભારે બિલ્ડરોને લઈ ભાગાદારો બધુ ગુમાવી બેઠા છે ત્યારે આ મામલે પોલીસ તાત્કાલિક તપાસ હાથ ધરી માથાભારે બિલ્ડરો સામે પગલા લે તે જરૂરી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.