નોકરીમાંથી કાઢી મુકતા કર્મચારીએ અપહરણ કરી બંદુકથી મારી નાખવાની ધમકી આપી
આલ્ફાવન મોલમાં આવેલા બિગ બજારની ઘટનાઃ ધમકી આપનારને પગાર બાબતે બબાલ થઈ હતી |
અમદાવાદ 06062019: શહેરનાં પોશ વિસ્તારમાં વસ્ત્રાપુર આવેલા એક મોલનાં આસિસ્ટ મેનેજરને તેનાં જ ભૂતપૂર્વ કર્મચારીએ અપહરણ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ચકચાર મચી છે પગાર બાબતે માથાકુટ થયા બાદ કર્મચારીને કાઢી મુકવામાં આવ્યો હતો જેણે મોલમા પરત ફરીને ઝઘડો કરતા મામલો છેવટે પોલીસ સુધી પહોચ્યો છે.
શિવાંગ દેસાઈ ઘાટલોડીયા ખાતે રહે છે અને વસ્ત્રાપુર આલ્ફાવન મોલમાં આવેલા બિગ બજારમાં આસિસ્ટંટ તરીકે નોકરી કરે છે ગત ફેબ્રુઆરી મહીનામા મૂળ બનાસકાંઠા અને હાલમાં સોલા ખાતે રહેતો જીગ્નેશકુમાર ગણેશભાઈ સાલવી નામનો શખ્શ બિગ બજારમાં ઈબીબીમા નોકરીમા જાડાયો હ તો થોડા સમય સારી રીતે રહ્યા બાદ જીગ્નેશને એપ્રિલ મહીમામા સ્ટોરમા મેનેજર આશિત રંજન સાથે પગાર બાબતે ઝઘડો થતાં તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો બાદમાં પંદર દિવસ અગાઉ જીગન્સ પરત ફર્યો હતો અને સ્ટોરમાં કામ કરતા અન્ય એક કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો.
જેને પાછા જવા સમજાવતાં તેણે શિવાંગભાઈ મોબાઈલ નંબર લીધો હતો અને મોડેથી ફોન કરીને તેમને તમે મને નોકરીમાંથી મુક્યો છે તેમને છોડીશ નહી તમારા એક્ઝીક્યુટીવ ને ઉપાડી જઈશ અને મેનજરને પણ બંદુકથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી આ અંગે શિવાંગભાઈએ સ્ટોર મેનેજર તથા અન્ય કર્મચારીને વાત કરતા તેમને પણ આવી ધમકી મળી હોવાનુ ખુલ્યુ હતુ. જેના પગલે ગભરાઈ ગયેલાં શિવાંગભાઈ અને સ્ટાફ સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને જીગ્નેશ વિરુદ્ધ અપહરણ તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.