આજથી ગુજરાતથી મહારાષ્ટ્ર વચ્ચે એસટી બસ સેવા શરૂ
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે સાત મહિના બાદ ગુજરાત એસટી બસ દ્વારા આજથી, ૧૦ ઓક્ટોબરથી મહારાષ્ટ્ર રાજ્યમાં બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
રાજ્યનાંવિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્રના શહેરો માટે ૧૨૧ જતા અને ૧૨૧ ટ્રીપ આવતા મળી કુલ ૨૪૨ ટ્રીપ દ્વારા ૩૦૭૨૮ કિલોમીટર સંચાલન કરવામાં આવશે. જેના કારણે હજારો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ સાથે આજથી કંડલાથી દિલ્હીની ફ્લાઇટ પણ શરૂ થશે. આ સંચાલનમાં દૈનિક ૧૨,૦૦૦ મુસાફરોને મુસાફરીનો લાભ મળશે. ગુજરાતમાં એસટી નિગમના ૧૬ વિભાગો પૈકી જુનાગઢ સિવાયના બાકીના તમામ વિભાગોમાંથી બસો મહારાષ્ટ્ર તરફ દોડાવાશે.
જુનાગઢ વિભાગનું મહારાષ્ટ્ર તરફનું એસટી બસોનું શિડયુલ જ ન હોવાથી ત્યાંથી બસો નહીં જાય. મહત્વનું છે કે, હજી મધ્યપ્રદેશમાં બસો શરૂ કરવા અંગેનો ર્નિણય હજુ લેવાયો નથી.
થોડા જ દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવવાના હોવાથી અનેક મધ્યમ અને ગરીબ મધ્યમ વર્ગોનાં પરિવારમાં આ બસ સેવાઓ શરૂ થતા રાહત થઇ છે.
ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કુલ ૨૪૨ ટ્રિપ દોડાવવામાં આવશે. દેશની રાજાધાની દિલ્હીને જોડતી દિલ્હી-કંડલા વચ્ચેની વિમાની સેવા આજથી,૧૦ ઓકટોબરાથી શરૂ થશે.
બપોરે ૨ઃ૫૫ કલાકે સ્પાઈસ જેટનું એરક્રાફ્ટ કંડલા એરપોર્ટ પર આવશે અને બપોરે ૩ઃ૨૫ વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ ફ્લાઈટમાં મહતમ ૭૮ બેઠક ક્ષમતા હશે. જિલ્લામાંથી સીધી દિલ્હીને જોડતી આ પ્રથમ સક્રિય અને દૈનિક ધોરણે કાર્યરત ફ્લાઇટ બનશે.
આ જાહેરાતને આવકારતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતુ કે, કચ્છ-દિલ્હી વચ્ચે વિમાની સેવા માટે ઘણા સમયાથી કચ્છના જનતા અને જનપ્રતિનિાધી દ્વારા કેન્દ્ર સરકારમાં એવીએશન ડિપાર્ટમેન્ટ મંત્રી તથા વડાપ્રધાન અને પીએમઓ કાર્યાલય પાસે રજુઆતની ફળશ્રુતિરૃપ કંડલાથી દિલ્હી વિમાની સેવા શરૃ થશે.
સાંસદે જણાવ્યુ હતુ કે, કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટુ ક્ષેત્રફળ ધરાવે છે. જેને લઘુ ભારતની ઉપમા આપવામાં આવે છે. અનેક ઈન્ડસ્ટ્રીઝ કચ્છમાં સૃથાપિત થયેલ છે.