અમેરિકાએ ભારત સાથેના સંબંધો મજબુત કરવા પર ભાર મુકયો
નવીદિલ્હી: ભારત અને ચીનની વચ્ચે છ મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા તનાવને લઇને અમેરિકાએ ભારત સાથેના સંબંધ મજબુત કરવા પર ભાર મુકયો છે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ ચીન પ્રત્યે ચેતવણી આપતા ભારત સાથેના ઘનિષ્ટ સંબંધોનો આગ્રહ કર્યો છે.માનવામાં આવી રહ્યું છે કે આ દુનિયાને બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોની વચ્ચે કુટનીતિની સુગંધ છે.
પોમ્પિયોએ ભારત જાપન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ સાથેની બેઠક વિષે કહ્યું કે તેમને સંયુકત રાજય અમેરિકાના પોતાના સહયોગી અને આ લડાઇમાં ભાગીદાર બનાવવાની જરૂર છે રેડિયો જાેકી લૈરી ઓ કોર્નરને કહ્યું કે ચીને ઉત્તર ભારતની વિરૂધ્ધ મોટી તાકાત એકઠી કરવાનું શરૂ કર્યું છે દુનિયા જાગી ગઇ છે.ધારા બદલાઇ રહી છે અને રાષ્ટ્રપતિ ટ્રંપના નેતૃત્વમાં અમેરિકાને એક ગઠબંધન બનાવ્યું છે
જે ખતરાને પાછળ ધકેલશે ટોકયોની બેઠક બાદ પોમ્પિયો સંરક્ષણ સચિવ માર્ક ઓશો સાથે ભારતીય સમકક્ષો સાથે વાર્ષિક વાટાઘાટ માટે નવીદિલ્હી જશે રાજય વિભાગના નાયબ સચિવ સ્ટીફન બેઝગન પણ બેઠકની તૈયારી માટે આવતા અઠવાડીયે ભારતની મુલાકાતે આવશે ચીન સાથે તનાવ બાદ પણ ભારત ઇતિહાસમાં વ્યુહાત્મક સ્વાયતતાના સિધ્ધાંતોને અપનાવીને બાહ્ય શક્તિઓ સાથેના ઔપચારિક જાેડાણોથી દુર રહ્યું છે કન્ઝર્વેટિવ ફાઉન્ડેશન દ્વારા જયારે ચીન સાથેના સંબંધો અંગે પુછવામાં આવ્યું ત્યારે અમેરિકામાં ભારતના રાજદુત તરણજીતસિંહ સંધુએ ભારપૂર્વક જણાવ્યું કે એશિયન સત્તાઓ વચ્ચેના ઐતિહાસિક જાેડાણને કારણે બંન્નેએ એક બીજાના વિદ્રાનોનું સ્વાગત કર્યું હતું સંધુએ કહ્યું કે અમેરિકા ભારતના સંબંધો ઝડપથી વધી રહ્યાં છે.
આ સંબંધમાં ચીનની સરખાણમીમાં વ્યાપક દ્ષ્ટિકોણ છે તેઓએ કહ્યું કે તેમને આશા છે કે ભારતમાં પોમ્પિયો અને એસ્પરની યાત્રા સમયે રક્ષા સંબંધોને વધારવા અંગે ચર્ચા કરાશે તેઓએ કહ્યું કે હું એ વાતપર ભાર આપીશ કે અમારા રક્ષા સહયોગમાં ધણી સમતા છે.