Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨૧ કોરોનાના કેસ સામે આવ્યા

પ્રતિકાત્મક

ગાંધીનગર: રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના ૫૧૨૨૮ ટેસ્ટ કરાતા ૧૨૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો એક લાખ પચાસ હજારને પાર થઇ ૧૫૦૪૧૫ થયો છે. રાજ્યમાં આજે ૧૦ દર્દીના મોત થયા હતા. કુલ મૃત્યુઆંક ૩૫૬૦ થયો છે. રાજ્યમાં ૧૪૫૬ દર્દીઓ આજે સાજા થતા કુલ ડિસ્ચાર્જનો આંકડો એક લાખ તીસ હજારને પાર થઇ ૧,૩૦,૮૯૭ થયો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ ૧૫,૯૫૮ છે અને વેન્ટીલેટર પર ૮૧ દર્દી નોંધાયા છે. તેમજ ૧૫૮૭૭ દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના આંકડા માં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ આંકડો ૧૨૦૦ની નજીક આવી રહ્યો છે. રાજ્ય સરકાર છેલ્લા દસ દિવસ ઉપરાંત ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડી ૫૦ થી ૫૫ હજારની વચ્ચે કર્યું છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૫,૯૪,૦૩૧ વ્યક્તિ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૯૩,૬૧૩ હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. અને ૪૧૮ લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં સાજા થવાનો દર ૮૭.૦૨ ટકા છે. રાજ્યમાં ૪૯,૬૧,૩૯૫ ટેસ્ટ કોરોનાના કુલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૦ દર્દી મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૪, સુરત શહેરમાં ૨ અને જિલ્લામાં ૧, રાજકોટમાં ૧ અને ગાંધીનગરમાં ૨ મોત નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૬૩ અને જિલ્લામાં ૧૩ સાથે ૧૭૬ પોઝિટિવ કુલ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૩૮૭૩૭૧ થયો છે. આજે વધુ ૪ મોત સાથે કુલ ૧૮૪૬ મોત કોરોનાના લીધે નોૅધાયા છે. સુરત શહેરમાં ૧૭૧ અને જિલ્લામાં ૮૧ સાથે ૨૫૨ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે.

આ સાથે સુરતમાં કોરોના સંક્રમિતનો આંકડો ૩૧૯૧૮ થયો છે. આજે ૩ મોત કોરોનાને લીધે નોંધાતા કુલ મૃત્યુઆંક ૮૦૪ થયો છે. વડોદરા શહેરમાં ૭૮ અને જિલ્લામાં ૪૧ સાથે કુલ ૧૧૯ કેસ કોરોના નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમિતનો આંકડો ૧૩૩૪૮ થયો છે. રાજકોટ શહેરમાં આજે ૮૨ અને જિલ્લામાં ૩૨ સાથે કુલ ૧૧૪ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૦૬૫૯ થયો છે. આજે ૧ મોત નોંધાતા કુલ ૧૪૮ મૃત્યુઆંક નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.