કિસાનોના બેંક ખાતામાં સીધા પૈસા પહોંચતા કેટલાક લોકો બેચેન છે : વડાપ્રધાન
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજનાનો શુભારંભ કર્યો આ સાથે જ વડાપ્રધા મોદીએ વાત વાતમાં કોંગ્રેસની ટીકી કરી હતી વડાપ્રધાને નામ લધી વિના કહ્યું કે યુરિયાની નીમકોટિંગથી જેમના ગેર કાનુની પધ્ધતિઓ બંધ થઇ છે મુશ્કેલી તે લોકોને થઇ રહી છે આ વાત તેમણે વિરોધ પક્ષ પર જ કહી હતી. સંસદના ચોમાસુસત્રમાં પાસ કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કિસાનોના બેંક ખાતામાં સીધા પૈસા પહોંચવાથી જેને પરેશાની થઇ રહી છે તે આજે બેચેન છે. તેમણે કહ્યું કે કિસાનો પશુપાલકો માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ મળવાથી જેની કાળી કમાણીનો રસ્તો બંધ થઇ ગયો છે તેમને આજે સમસ્યા થઇ રહી છે.વડાપ્રધાને કહ્યું કે દાયકા સુધી ગામના કરોડો પરિવારોની પાસે પોતાનું ઘર ન હતું આજે ગામના લગભગ બે કરોડ ગરીબ પરિવારોને પકકા ધર મળી ચુકયા છે અને દાયકા સુધી ગામમાં ગરીબ ગેસ કનેકશનથી વંચિત હતાં આજે ગરીબના ઘરે પણ ગેસ કનેકશન પહોંચી ગયા છે.
વડાપ્રધાન મોદીએ પોતાના લાંબા પ્રવચનમાં સરકરાની તમામ યોજનાઓની બાબતમાં જણાવ્યું હતું તેમણે કહ્યું કે છ દાયકા સુધી ગામના કરોડો પરિવાર શૌચાલયથી વંચિત હતાં આજે ઘેર ઘેર શૌચાલય પણ બની ગયા છે. છ દાયકા સુધી ગામના કરોડો લોકો બેંક ખાતાથી વંચિત હતાં આ ખાતા હવે જઇને ખુલ્યા છે. તેમણે કહ્યું છે છેલ્લા છ વર્ષોમાં જુની કમીને દુર કરવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશમાં કોઇ પણ ભેદભાવ વિના બધાનો વિકાસ થઇ રહ્યો છે પુરી પારદર્શિતાની સાથે બધાને યોજનાઓનો લાભ મળી રહ્યો છે ગામના કેટલાય નવયુવાનો છે જે પોતાના દમ પર કંઇ કરવા ઇચ્છે છે પરંતુ ઘર હોવા છતાં પોતાના ઘરના નામ પર બેંકથી લોન મળવામાં અનેકવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો સ્વામિભત્વ યોજના હેઠળ બનેલ પ્રોપર્ટી કાર્ડને બતાવી બેંકથી ખુબ સરળતાથી લોન મળવાનું સુનિશ્ચિત થયું છે.
સ્વામિત્વ યોજના હેઠળ રહેણાંક જમીનને ડ્રોન દ્વારા માપવામાં આવશે ડ્રોન ગામની સીમમાં દરેક સંપત્તિનો ડિજિટલ નકશો બનાવશે તેમજ દરેક મહેસુલ બ્લોેકની મર્યાદા પણ નક્કી કરવામાં આવશે.કયાં ધર કયાં વિસ્તારમાં છે તે ડ્રોન ટેકનોલોજી દ્વારા સચોટ રીતે માપી શકાશે રાજય સરકારો ગામના દરેક ઘર માટે પ્રોપર્ટી કાર્ડ બનાવશે આ યોજનાથી ભૂ સંપત્તિ માલિક પોતાની સંપત્તિને નાણાંકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકશે તેનો ઉપયોગ લોન વગેરેની અરજી સહિત અન્ય આર્થિક સાભ માટે કરી શકાશે સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરવામાં આવેલી આ એક ખાસ યોજાના છે. આ યોજના હેઠળ ૬ રાજયોના ૭૬૩ ગામના લોકોને લાભ મળશે