Western Times News

Gujarati News

બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે: જે પી નડ્ડા

ગયા: બિહાર વિધાનસભાના પહેલા તબક્કાની ચુંટણી માટે ઉમેદવારી બાદ હવે ચુંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે ગયામાં એક ચુંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે બિહારમાં એકવાર ફરી એનડીએની સરકાર બનશે મુખ્યમંત્રી નીતીશકુમારના વિકાસ કાર્યોની પ્રસંસા કરતા જે પી નડ્ડાએ કહ્યું કે બિહારમાં એકવાર ફરીથી એનડીએની સરકાર બનશે અને અમે મળી રાજયમાં વિકાસના કાર્યોને ચાલુ રાખીશું

રાજદ પર નિશાન સાધતાં નડ્ડાએ કહ્યું કે જે નેતા જયપ્રકાશ નારાયણજીના આર્શીર્વાદથી જનતા પાર્ટીના રાજનેતા બન્યા ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા જે આજે કોંગ્રેસને ગળે લગાવી ચાલી રહ્યાં છે તેમણે કહ્યું કે આજે ખુબ મહત્વપૂર્ણ દિવસ છે આજે લોકનાયક જયપ્રકાશ નારાયણજીનો જન્મ દિવસ છે આઝાદ ભારતમાં કોંગ્રેસ પાર્ટીના સ્વરથી અલગ હટી જે રાજનીતિક વિચારધારા હતી તે લોકનાયક જયપ્રકાશ નારાયણજીની જ હતી જે ૫૦-૬૦ વર્ષના લોકો છે જેમણે જે પી આંદોલનને જાેયા હશે તેમણે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર કોંગ્રેસથી અલગ એક અવાજ સાંભળ્યો હસે કોંગ્રેસથી અલગ રાજનીતિક વિચારધારાનો અવાજ અને તે આવાજ હતો જય પ્રકાશ નારાયણનો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશકુમારની પ્રશંસા કરતાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે મોદીજી અને નીતીશજીએ બિહારની રાજનીતિક સંસ્કૃતિ બદલી દીધી છે. પહેલા જાતિના આધાર પર કોંગ્રેસ રાજનીતિ કરતી હતી મોદી સરકારના કામથી રિપોર્ટ કાર્ડના આધાર પર જનતાની વચ્ચે જવાની સંસ્કૃતિ શરૂ કરી છે. તેમણે કહ્યું કે આઝાદીના ૭૦ વર્ષ સુધી બિહારમાં ફકત ચાર મેડિકલ કોલેજ આપવામાં આવી હતી.૨૦૧૪-૨૦ સુધી રાજયને ૧૪ મેડિકલ કોલેડ મળી છે અને ૧૧ પર કામ ચાલી રહ્યું છે.
કોરોના સંકટમા ંબિહાર સરકારના કામોની પ્રશંસા કરતા નડ્ડાએ કહ્યું કે બિહારમાં નીતીશકુમારે કોરોના સંકટ દરમિયાન લોકોના જીવન સુરક્ષિત કરવા માટે સારા કાર્ય કર્યા છે. લોકોને આર્થિક મદદ પહોંચાડી છે

આ સાથે જ રાજયમાં વિકાસની નવી ઝંડી લાગી તેમણે કહ્યું કે વિકાસની દ્‌ષ્ટિથી બિહારને જાેઇએ છીએ તો પહેલાના બિહાર અને આજના બિહારમાં ખુબ અંતર છે.ગયામાં આઇઆઇએમ કોલેજ રાજકીય નેશનલ હાઇવે સ્માર્ટ સિટી પ્રોજેકટ બિહાર સેટ્રલ યુનિવર્સિટી રસલપુર રેલવે ઓવરબ્રિજ ડાંડી બાગ પુલ અને ધોબી પટના ચાર લેન રોડ જેવા અનેક કામો થયા છે અને થઇ રહ્યાં છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે વધુમાં કહ્યું કે બિહારમા ંવિકાસના નવા આયામ લખવામાં આવી રહ્યાં છે આ વિકાસને ચલાયમાન રાખવા એ અમારી અને તમારી જવાબદારી છે તેમણે કહ્યું કે દેશનું નેતૃત્વ નરેન્દ્ર મોદીના હાથમાં સુરક્ષિત છે જદયારે જરૂરત એ વાતી છે કે બિહારનું નેતૃત્વ નીતીશજીના હાથમાં સુરક્ષિત હોય આપણે બધાએ મળી એ નક્કી કરવાનું છે કે બહારમાં એનડીએની સરકાર બનાવીશું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.