Western Times News

Gujarati News

ગુજરાતમાં કંપની ફ્લાઈંગ કાર બનાવવાની તૈયારીમાં

ગાંધીનગર: અતિ મતત્ત્વકાંક્ષી ફ્લાઇંગ કારની ટ્રાયલ્સ અને તેના ભવિષ્યની ખબરોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અનેક કંપનીઓ પોતાની ફ્લાઇંગ કારના પ્રોટોટાયપની ટ્રાયલ કરી રહી છે ત્યારે ભારતમાં પણ ફ્લાઇંગ કારનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. હકિકતમાં નેધરલેન્ડની એક ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ કંપની દેશમાં પોતાનો સૌથી પહેલો પ્લાન્ટ ગુજરાત રાજ્યમાં શરૂ કરવા જઈ રહી છે. નેધરલેન્ડની કપંની ઁટ્ઠઙ્મ-ફએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા છે અને તે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. નેધરલેન્ડની આ ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ કંપનીનો પ્લાન્ટ રાજ્યમાં મારૂતિનો પ્લાન્ટ છે ત્યાં અથવા તો પછી કચ્છના મુંદ્રામાં શરૂ થાય તેવા સંજોગો છે.

આ કારને ઉડાંડવા માટે ૩૦-૪૦ ફૂટની ખુલ્લી જગ્યાની જરૂર છે અને પછી આસમાનની રોમાચંક સફર શરૂ થશે. જોકે, આ એક કારની આશરે કિંમક ૩.૫થી ૪ કરોડ રૂપિયા હોઇ શકે છે. સીએનબીસીને મળેલી વિગતો મુજબ વાઇસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલેએ એમઓયૂ પણ સાઇન કર્યો છે. કંપનીના આધિકારીક નિવેદન મુજબ રાજ્ય સરકારના પ્લાન્ટની સ્થાપના માટે દરેક સંભવ મદદ કરી રહી છે.

ઇન્ટરનેશનલ બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલેએ જણાવ્યું કે આ કાર ૩ મિનિટના રન-વે બાદ ટેકઋફ કરી શકે છે અને પ્રતિકલાક ૧૬૦ કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. ભારતમાં ઓટો અને એવિએશન સાથે જોડાયેલી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરવા માંગે છે. આ કંપની રાજ્યમાં ૧૦,૦૦૦ કરોડનું રોકામ કરી પોતાનો પ્લાન્ટ શરૂ કરવા માંગે છે. ક્યાં સુધી ભારતના આકાશમાં આ ફ્લાઇંગ કાર ઉડશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ હકિકતમાં ભારત માટે આ સ્વપ્ન સાકાર થતું નજરે જણાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.