એનકવાલા કંપનીએ અમદાવાદમાં 10મો સ્ટોર લોન્ચ કર્યો
આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં સ્ટોર્સની સંખ્યા વધારીને 40 કરવાની યોજના-અદ્યતન ઉત્પાદન એકમ અને બેજોડ ગુણવત્તા સાથે ઓપ્ટિક બિઝનેસમાં હલચલ મચાવવા સજ્જ
અમદાવાદ, તમારી આંખોને નવી ઓળખાણ આપવા અને આધુનિક ભારતમાં ગ્રાહકોની ચશ્મા સંબંધિત સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા તેમને વાજબી કિંમતે સ્ટાઇલિશ અને અનુકૂળ ચશ્મા ઓફર કરવાના ઉદ્દેશ્ય સાથે આજે એનકલાવાલ કંપનીએ અમદાવાદમાં તેના 10માં સ્ટોર્સનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે એનકવાલા કંપનીએ શહેરમાં પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત કરી છે તથા ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા તેમની વધુ નજીક પહોંચી છે.
દેશમાં ચશ્માના બજારનું અંદાજિત કદ રૂ. 200 કરોડ છે અને તે ઝડપથી વિસ્તરી રહ્યું છે. અત્યાર સુધી ભારતીય બજાર ચીનમાંથી 50 ટકા આયાત કરતું હતું, પરંતુ કોરોના મહામારી બાદ સ્થાનિક ઉદ્યોગોને બળ આપવાના સરકારના પ્રયાસો તથા ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવી પહેલને કારણે સ્થાનિક સ્તરે ઉત્પાદનને પ્રેરણા મળી છે. તેના પરિણામે ચાઇનિઝ આયાતમાં 30થી35 ટકાનો ઘટાડો થયો છે.
સરકારના આત્મનિર્ભર ભારતના મીશનને સાકાર કરવામાં નોંધપાત્ર યોગદાન આપતા એનકવાલા કંપનીએ અદ્યતન ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ એકમ વિકસાવ્યું છે, જ્યાં વૈશ્વિક માપદંડો અને ગુણવત્તા મૂજબ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપની એલિવેટ અને 17 અવર્સ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ ધરાવે છે, જે અત્યંત સ્પર્ધાત્મક કિંમતે ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. હાલમાં કંપની તમામ વયજૂથના લોકો માટે ફ્રેમ્સ, સનગ્લાસિસ, લેન્સ સહિતની પ્રોડક્ટ્સની બેજોડ શ્રેણી ધરાવે છે અને આગામી સમયમાં તેમાં વધુ ઉમેરો કરવાની પણ યોજના છે.
આ સ્ટોર લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતાં એનકવાલાના સ્થાપક રાહુલ તાતેડે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં અમે ચાર સ્ટોર્સ સાથે કામગીરીની શરૂઆત કરી હતી અને છેલ્લાં ત્રણ મહિનામાં અમે છ નવા સ્ટોર્સ ખોલ્યા છે. અમે અમદાવાદ અને ગાંધીનગર રિજનમાં આગામી એક વર્ષમાં કુલ 20 સ્ટોર્સ અને સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં કુલ સ્ટોર્સની સંખ્યા 40 કરવાની યોજના ધરાવીએ છીએ. અમારી કંપની મુંબઇ અને વડોદરામાં ઉત્પાદન એકમો ધરાવે છે અને છેલ્લાં ત્રણ મહિનામાં અમે ઉત્પાદન ક્ષમતાને બેમણી વૃદ્ધિ હાંસલ કરી છે.”
મહત્વપૂર્ણ છે કે કંપનીના ડાયરેક્ટર્સે વિસ્તરણ યોજનાઓને બળ આપવા માટે રૂ. કરોડનું રોકાણ કર્યું છે તેમજ ફ્રેન્ચાઇઝી મારફતે રૂ. 1.25 કરોડ ઉભાં કર્યાં છે. ગુજરાતમાં સ્ટોર્સની સંખ્યા વધારીને 40 કરવા માટે જરૂર પડ્યે રૂ. 3 કરોડનું વધુ રોકાણ કરાશે. વધુમાં આગામી પાંચ વર્ષમાં 100 સ્ટોર્સનું લક્ષ્ય હાંસલ કરવા માટે ફ્રેન્ચાઇઝી મારફતે વધારાના રૂ. 5 કરોડ ઉભાં કરવાની પણ યોજના છે. હાલમાં કંપની સાઉથ બોપલ, અદાણી શાંતિગ્રામ, સિંધુભવન, નારણપુરા, સેટેલાઈટ, શિવરંજની, ભુયંગદેવ, ગોતા સહિતના વિસ્તારોમાં સ્ટોર્સ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે લગભગ તમામ ઉદ્યોગોને જંગી ફટકો પડ્યો છે ત્યારે એનકવાલા કંપનીએ વિશિષ્ટ વ્યૂહ અને વિઝન સાથે નોંધપાત્ર વૃદ્ધિ સાધી છે. કંપની ખુબજ વાજબી કિંમતે ગ્રાહકોને તેમની જરૂરિયાતની પ્રોડક્ટ્સ ઓફર કરીને ઓપ્ટિક બિઝનેસમાં હલચલ મચાવવા સજ્જ છે.