ભૂતિયા ગામના દુષપ્રેરણનો આરોપી વીનુ દુધા પરમાર જેતપુર ૧૦ વર્ષથી નામ બદલી રહેતો હતો,૧૦ વર્ષ પછી ઝડપી લીધો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશન અને અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કમર કસી છે મેઘરજ પોલીસે ભૂતિયા (રામગઢી) ગામના અને દુષપ્રેરણ અને ઘરેલુ હિંસાનો આરોપી વિનુ દુધાભાઇ પરમાર છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો હતો અને રાજકોટ જેતપુર સીટીના દેરડી ધાર આવાસ યોજનાના ક્વાટર્સ સામેની ઝુંપડમાં નામ બદલીને રહેતો હોવાની બાતમી મળતા સ્થાનિક જેતપુર પોલીસની મદદથી ઝડપી લઈ મેઘરજ ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજ પોલીસસ્ટેશનનો ચાર્જ સંભળાતાની સાથે પીએસઆઈ એન.એમ.સોલંકીએ દુષપ્રેરણ અને ઘરેલુ હિંસાના ગુન્હાના ૧૦ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મેઘરજના ભૂતિયા (રામગઢી) ગામના વિનુ દુધાભાઇ પરમાર ગુન્હો આચરી દસ વર્ષથી રાજકોટના જેતપુર સીટી વિસ્તારના દેરડી ધાર આવાસ યોજનાના ક્વાટર્સ સામે કોળી મનશુખભાઈ દેવશીભાઇ નામ ધારણ કરી ઝૂંપડું બાંધી રહેતો હતો અને મજૂરી કરી બિન્દાસ્ત જીવનનિર્વાહ ચલાવતો હોવાની બાતમી પીએસઆઈ એન.એમ.સોલંકીને મળતા તાત્કાલિક જેતપુર પોલીસનો સંપર્ક કરી તાબડતોડ મેઘરજ પોલીસ જેતપુર પહોંચી વિનુ દુધાભાઇ નામના આરોપીને ઝડપી લીધો હતો તેની આજુબાજુમાં રહેતા લોકો પણ તેના કૃત્યથી અજાણ હોવાનું જણાવ્યું હતું