જય અંબે આશ્રમને 117 બિનવારસી બહેનને પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી
બાયડ સ્થિત જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકલાંગ (દિવ્યાંગ) બહેનોના આશ્રમમાં 181 મહિલા અભયમ દ્વારા બિનવારસી માનસિક વિકલાંગ બહેનોને આશ્રમ સુધી પહોંચાડવામાં આવે છે.અહીં બહેનોને બે ટાઈમ ભોજન,નાસ્તો,કપડાં,મેડિકલ ટ્રીટમેન્ટની સાથે પ્રેમ,હૂંફ ,લાગણી આપવામાં આવે છે,જેના કારણે આશ્રમવાસી બહેન ની માનસિક સ્થિતિ માં ધીમે ધીમે સુધારો આવતા પોતાના પરીવારનું સરનામું યાદ કરતા પોલીસ ઇન્કવાયરી તથા અન્ય માધ્યમ દ્વારા પરિવાર સુધી પહોંચાડવાની અનોખી પ્રવૃત્તિ હાથ ધરાય છે.
જેના ભાગ રૂપે ઓરિસ્સા રાજ્યના જયંતિ દેવી કે જેઓ 3/11/2019 ના રોજ 181 મોડાસા દ્વારા બાયડ આશ્રમ લાવવામાં આવ્યા હતા,10 મહિના પહેલા પરિવારથી વિખુટા પડેલ બહેન ને આશ્રમમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની માનસિક સ્થિતિ સારી હતી નહી, પોતાના શરીર પરથી અવારનવાર જાતે કપડાં પણ કાઢી નાખતા હતા.
પરંતું લાગણી,પોતાનાપણું, હૂંફ, બે ટાઈમ ભોજન,અને માનસિક રોગ ની સારવાર મળતા ઘર પરિવાર નું સરનામું બોલતા થયા, આશ્રમના ટ્રસ્ટી પ્રદીપભાઈ ની ક્વોરીમાં ઠેકેદારી કરતા નિત્યાનંદભાઈ ને આશ્રમમાં બોલાવી જયન્તિ દેવી સાથે મુલાકાત કરાવી ઓરિસ્સા જવા માટે આશ્રમ ના પ્રમુખ અશોકભાઈ જૈન અમદાવાદ રેલવે સ્ટેશન સુધી મુકવા ગયા હતા.ઘરે જવા ની ખુશી જયંતિ દેવી ના ચહેરા પર જોવાતી હતી.
આશ્રમ દ્વારા અત્યાર સુધી 117 બહેનોને પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે. આ પ્રસંગે આશ્રમ ના પ્રમુખ અશોકભાઈ જૈન, જબબરસિંહ રાજપુરોહિત, વિશાલભાઈ પટેલ,વિનુભાઈ પટેલ,પ્રદીપભાઈ પટેલ, મુકેશભાઈલુહાર, વિજયભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણે , ડૉ પ્રણવ શેલત સાહેબ અને નિત્યાનંદ ભાઈ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.