મૂંગા પશુ ભરી ધુલિયા જતા પાંચ ટ્રકોને નેત્રંગ નજીકથી ઝડપી પાડતી પોલીસ
૬.૫૦ લાખની કિંમતના ૬૫ પશુઓ અને ૧૫ લાખની કિંમતના ૫ ટ્રક મળી ૨૧.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા ના નેત્રંગ પંથક નજીક થી પાંચ ટ્રકોઓમાં ક્રુર્તાપૂર્વક લઈ જવાતા મૂંગા પશુઓને પોલીસે બચાવી લીધા હતા.જે પાંચ ટેમ્પા માંથી ૬૫ જેટલા મૂંગા પશુઓ કિંમત રૂપિયા ૬.૫૦ લાખના અને પાંચ ટ્રક કિંમત રૂપિયા ૧૫ લાખની મળી ૨૧.૫૦ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ઘરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તમામ ભેંસો ને ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવી હતી.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા માંથી મૂંગા પશુઓને ભરી ટ્રકો પસાર થવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી.જેથી પોલીસને સાથે રાખી ટ્રકો મા મૂંગા પશુઓ ભરેલા વાહનો ઝડપી પાડી આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં પ્રથમ ટ્રક નંબર જીજે ૦૬ એઝેડ ૪૦૩૬ ની તપાસ કરતા ચાલકે પોતાનું નામ અખ્તરહુશૈન મુસાભાઈ ભટ્ટી ઉ.વ.૩૫ રહે.વસ્તીખંડાલી તા.વાગરા જી.ભરૂચ નો હોવાનું જણાવેલ હતું.તેઓની ટ્રક માંથી કુલ ૧૨ ભેંસો મળી આવી હતી.જે એક ભેંસની કિમત રૂપિયા ૧૦,૦૦૦ લેખે ૧૨ ભેંસની કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦ તેમજ ટ્રક ની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ ગણી કબ્જે કરવામાં આવી હતી.
તો બીજી ટ્રક નંબર જીજે ૧૬ એક્સ ૭૮૬૬ ની તલાશી લેતા ચાલકે પોતાનું નામ મકસુદભાઈ ગુલામભાઈ પટેલ ઉ.વ.૪૮ રહે હાલ.વાગરા અસ્માપાર્ક-૩ તા.વાગરા મુળ રહે.લીમડી તા.વાગરા જી.ભરૂચ નો હોવાનું જણાવેલ અને ટ્રક માંથી કુલ ૧૨ ભેંસો ભરેલી મળી આવી હતી.જેમાં મોટી ભેંસો કુલ ૮ અને નાની ભેંસો કુલ ૪ મળતા એક ભેંસની કિમત રૂપિયા ૧૦,૦૦૦ લેખે ૧૨ ભેંસની કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦ તેમજ ટ્રક ની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ ગણી કબ્જે કરવામાં આવી હતી.
તો ત્રીજા ટ્રક નંબર જીજે ૧૬ એક્સ ૭૩૯૨ ની તલાશી લેતા ચાલકે પોતાનું નામ જશવંતભાઈ ઉર્ફે સાંયનાથ પ્રભાતભાઈ ચાવડા ઉ.વ.૪૫ રહે.આમોદ ભીમપુરા નવીનગરી તા.આમોદ જી.ભરૂચનો હોવાનું જણાવ્યું હતું અને ટ્રક માંથી કુલ ૧૩ ભેંસો મળી આવી હતી.જેમાં મોટી ભેંસો કુલ ૮ અને નાની ભેંસો કુલ ૫ મળતા એક ભેંસની કિમત રૂપિયા ૧૦,૦૦૦ લેખે ૧૨ ભેંસની કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦ તેમજ ટ્રક ની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ ગણી કબ્જે કરવામાં આવી હતી.
તો ચોથા ટ્રક નંબર જીજે ૧૬ એયુ ૫૦૩૧ ની તલાશી લેતા ચાલક નું નામ સાદિકભાઈ હબીબભાઈ મલેક ઉ.વ.૪૦ રહે.નુસરત મંઝીલ એપાર્ટમેન્ટ કોસંબા પોલીસ સ્ટેશની પાછળ તા.માંગરોળ જી.સુરત નો હોવાનું જણાવેલ અને ટ્રક માંથી કુલ ૧૪ ભેંસો મળી આવતા એક ભેંસની કિમત રૂપિયા ૧૦,૦૦૦ લેખે ૧૨ ભેંસની કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦ તેમજ ટ્રક ની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ ગણી કબ્જે કરવામાં આવી હતી.
તો પાંચમા ટ્રક નંબર જીજે ૧૬ એયુ ૭૧૧૭ ની તલાશી લેતા ચાલકે પોતાનું નામ ઉસ્માન અકબર સિંધી ઉ.વ.૨૯ રહે.વલણ તા.કરજણ જી.વડોદરા નો હોવાનું જણાવેલ અને ટ્રક માંથી કુલ ૧૪ ભેંસો ભરેમળી આવી હતી.એક ભેંસની કિમત રૂપિયા ૧૦,૦૦૦ લેખે ૧૨ ભેંસની કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦ તેમજ ટ્રક ની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ ગણી કબ્જે કરવામાં આવી હતી.આમ પોલીસે પાંચ ટ્રકોમાં ભરેલ મૂંગા પશુઓ જેમાં મોટી ભેંસો કુલ ૫૬ તથા નાની ભેંસો કુલ ૯ મળી નાની મોટી કુલ ભેંસો ૬૫ ની કુલ કિંમત રૂપિયા ૬,૫૦,૦૦૦ તથા ૫ ટ્રકોની કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨૧,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ તમામ મુંગા અબોલ પશુઓને ગેરકાયદેસર રીતે ભરી લઈ વહન કરી લઈ જતા અતિ કુરતા પુર્વક તમામ ટ્રકોમા ખીચો ખીચ ટુંકી દોરી વડે બાંધી તેમજ બંધ તાડપત્રી વડે ઢાંકી તેઓને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા તથા તેઓને ઉભા રહેવા તળીયામાં રેતી નહી રાખી વહન કરી લઈ જતા આરોપીઓ ની પોલીસે વધુ પૂછપરછ કરતા ચાલકો પાસેથી હેરાફેરી કરવા અંગે કોઈ સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની મળી આવેલ નહિ અને ભેંસોને ક્યાંથી ભરી લાવેલ તે બાબતે પૂછતા ભેંસો ભરૂચના શેરપુરા ખાતેથી ભરી ધુલિયા મહારાષ્ટ્ર ખાતે આવેલ માર્કેટયાર્ડ ખાતે લઈ જવાના હોવાની કબુલાત કરતા પોલીસે તમામ આરોપીઓ સામે પશુધાતકી પણાનો કાયદો -૧૯૬૦ ની કલમ ૧૧ ડી,ઈ,એફ,એચ તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૫ ની કલમ -૪,૯ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ – ૨૦૧૫ (૧૧ મો સુધારો) ના રૂલ્સ નં.૧૨૫ (ઈ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તમામ ભેંસો ને ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવી હતી.