Western Times News

Gujarati News

જમીન દલાલના ત્રાસથી મેડિકલ સ્ટોર સંચાલકે આત્મહત્યા કરી

Files Photo

ઘટનાને પગલે પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ આરંભી
જામનગર, જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલાં મેડીકલ સ્ટોરના સંચાલકે સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં પોતાના પરિવારને સંબોધીને પોતાની જમીનને લઇને ચાલી રહેલ વિવાદનો ઉલ્લેખ સાથે બે લોકોના ત્રાસથી આપઘાત કરી લીધાનું લખવામાં આવ્યું છે.

આ ઘટનાને પગલે સીટી સી ડિવિઝન પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે. આ સાથે જ અંતિમ ચિઠ્ઠીમાં પોતાના દીકરાને સંબોધીને લખ્યું છે કે ગમે તે થાય તું ડોક્ટર બનજે. જામનગરમાં દિવસે ને દિવસે જમીન-મકાનના પ્રશ્નોને લઈને ગુન્હાઓ વધી રહ્યા છે.

તેવામાં જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રોયલ એન્કલેવ એનઆરઆઈ બંગલામાં સી-૨૪માં રહેતા હિતેષ ચંદ્રકાન્તભાઈ પરમાર નામના જામનગરના રણજીત રોડ પર ચામુંડા મેડિકલ સ્ટોર ધરાવતા મેડિકલ સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

હિતેશભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના પરિવારને સંબોધન કરાયેલી બે પાનાની સુસાઈડ નોટ લખી છે. આ નોટમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. અને એ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જ્યારે મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની ન્ૈંઝ્ર ની પોલિસીઓ અને લોન ભરવાની પણ ભલામણ કરી છે. જામનગરમાં મેડિકલ સ્ટોરના સંચાલક હિતેશભાઈ પરમારે પોતાના ઘરે ૯ઓક્ટોબર,૨૦૨૦ના રાત્રે ૯ વાગ્યા આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનતા પતિ-પત્ની અને બે બાળકો મળી ચાર સભ્યોનો માળો વિખાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ જ્યારે પહોચી તો પોલીસને બે પાનાની સુસાઇડ નોટ પણ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.