અરવલ્લીમા કોરોના સંક્રમણ વચ્ચે ધનસુરા પંથકમા ચિકનગુનિયાના 4 કેસ આવતા ફફડાટ
દેશ અને દુનિયા કોરોના મહામારી થી પીડાય રહીયુ છે ત્યારે કોરોના સંક્રમણ દિવસે ને દિવસે પોઝેટીવ કેસોમા સતત વધારો થઇ રહીયો છે. તેમજ લોકો હજુ કોરોના ના ભય વચ્ચે જીવી રહીયા છે.
ત્યારે અરવલ્લી જિલ્લા મા કોરોના સંક્રમણ ના કેસો વચ્ચે ધનસુરા પંથક નું વડાગામ મા અચાનક ચિકનગુનિયા રોગ ના ચાર (4) કેસો આવતા જિલ્લા વાસીઓ મા ફફડાટ ફેલાયો હતો.
ધનસુરા તાલુકાના વડાગામ મા એક મહિલા અને ત્રણ બાળકો ને ચિકનગુનિયા થતા. ત્રણે બાળકો ને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા મા આવીયા હતા.
તેમજ વડાગામ પંથક મા મચ્છરજન્ય રોગ વકરતા દવાનો છટકાવ કરવામાં અવે તેવી સ્થાનિકો ની માંગ ઉઠી છે ત્યારે આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવી લોક મુખે ચર્ચઓ જોવા મળી હતી. દિલીપ પુરોહિત. બાયડ