Western Times News

Gujarati News

કાંકરીયા પરિસરમાં પણ કોરોનાનો ડર : દસ દિવસમાં માત્ર ૧૯ હજાર સહેલાણી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહયો હોવાથી રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશન તરફથી વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહીનામાં બાગ-બગીચા ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જયારે ઓકટોબર મહીનાથી સહેલાણીઓની માંગણીને ધ્યાનમાં લઈ કાંકરીયા લેક ફ્રન્ટ, બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય વગેરે ખુલ્લા મુકવામાં આવ્યા છે લગભગ ૦૬ મહીના બાદ કાંકરીયા ફ્રન્ટ ખુલ્લુ મુકવામાં આવતા સહેલાણીઓ અને જાેગર્સ દ્વારા તેનો વધુમાં વધુ લાભ લેવામાં આવી રહયો છે તેમ છતાં કોરોનાનો ડર અને નિયમોના કારણે સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧લી ઓકટોબરથી ખાસ નિયમો સાથે કાંકરીયા લેઈક ફ્રન્ટ, ઝૂ તથા બાલવાટિકા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ૧ ઓકટોબરથી ૧૧ ઓકટોબર સુધી પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા તેમજ બટરફલાય પાર્કની મુલાકાતે ૧૧ર૮પ સહેલાણીઓ આવ્યા છે. જેની સામે તંત્રને રૂા.૧ લાખ ૮પ હજારની આવક થઈ છે. મ્યુનિ. રીક્રીએશન કમીટીના ચેરમેન જીગ્નેશ પટેલના જણાવ્યા મુજબ ઓકટોબર મહીનાની ૧૧ તારીખ સુધી પ્રાણી સંગ્રહાલયમાં ૯૪૦૪, બાલવાટિકામાં ૮૩ર તથા બટરફલાય પાર્કમાં ૧૦૪૯ મુલાકાતીઓ આવ્યા છે જેની સામે પ્રાણી સંગ્રહાલયમાં રૂા.૧ લાખ ૭૩ હજાર, બાલવાટિકામાં રૂા.ર૮૦૬ તથા બટરફલાય પાર્કમાં રૂા.૯૧૯રની આવક થઈ છે.

જયારે કાંકરીયા લેઈક ફ્રન્ટમાં રોજ સરેરાશ ચાર હજાર નાગરીકો  વોક માટે આવી રહયા છે. કાંકરીયા લેઈકફ્રન્ટ ખુલ્લુ મુકવામાં આવ્યા બાદ ૧૯૦૭પ સહેલાણીઓએ ફ્રન્ટની મુલાકાત લીધી છે. જેની સામે રૂા.૧ લાખ ૭૯ હજારની આવક થઈ છે. કાંકરીયા પરિસરમાં રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે. વોકનો સમય પૂર્ણ થયા બાદ પરિસરમાં એક સાથે વધુમાં વધુ એક હજાર સહેલાણીઓની હાજરી રહે છે. કાંકરીયા ફ્રન્ટમાં મીની ટ્રેન, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર ગેમ વગેરે હજી શરૂ કરવામાં આવ્યા નથી. સરકારની સુચના બાદ તેને શરૂ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૯માં મીલીયન ટ્રીઝ પ્રોજેકટ અંતર્ગત ૧૦ લાખ ૮૪ હજાર રોપા લગાવવામાં આવ્યા હતા, ર૦ર૦માં પણ ૩૧ ઓકટોબર સુધી ૧૦ લાખ રોપા લગાવવામાં આવશે. ૧૦ ઓકટોબર સુધી ૮ લાખ ૪૮ હજાર રોપા લગાવવામાં આવ્યા છે. કોરોના અને લોકડાઉનના કારણે “મીલીયન ટ્રીઝ” પ્રોજેકટ પડતો મુકવામાં આવ્યો હતો. મજુરોની અછત અને વૈશ્વિક રોગચાળા વચ્ચે પણ બગીચા વિભાગના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઆએ દસ લાખ રોપા લગાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા જઈ રહયા છે. કોરોના કાળમાં નાગરીકોના સ્વાસ્થ્ય માટે ત્રણ લાખ કરતા વધુ તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. સતત બે વર્ષથી જે રીતે વૃક્ષારોપણ થઈ રહયુ છે તેના કારણે શહેરના ગ્રીન કવચમાં પણ વધારો થઈ રહયો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.