થલતેજની હોટલમાંથી નશાની હાલતમાં ચાર યુવકો ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી એક હોટલ ઉપર કાર્યવાહી કરી પોલીસે દારૂ પાર્ટી કરતા ૩ મહીલા અને ૪ પુરૂષોને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે સોલા પોલીસના પીએસઆઈ જે.જે. રાણા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે સમયે થલતેજમાં આવેલી બિનોરી હોલમાં તપાસ કરતા રૂમ નં. પ૦૮માંથી જાેરજાેરથી અવાજ આવતા તેમણે દરવાજાે ખખડાવ્યો હતો જેમાંથી ૩ મહીલાઓ તથા ૪ પુરૂષો મળી આવ્યા હતા જે પોતાની શરીર સ્થિતિનું ભાન ન રાખી શકતા ચેકીંગમાં ચાર પુરૂષો નશાની હાલતમાં મળી આવ્યા હતા
જેમાં નીલ પટેલ (વેજલપુર), સાહીલ વોરા (મકરબા), કલરવ મિસ્ત્રી (આનંદનગર રોડ) તથા જયનીલ ચૌહાણ (વેજલપુર) સામેલ છે. જયારે યુવતીઓની તપાસમાં કંઈ ગુનાહીત ન મળતા પોલીસે ચારેય યુવકો વિરૂધ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.