રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણ મહિના મોકૂફ
અમદાવાદ: નવેમ્બર ટર્મ પૂરી થતી હોવાથી વહીવટદારની નિર્ણમૂક થાય તેવી સંક્યતા અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓ તથા ૨૩૧,તાલુકા પંચાયતો ,૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ૨૦૨૧માં યોજાશે.
અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર સહિત મહાનગર પાલિકાઓ ,૨૩૧,તાલુકા પંચાયતો ,૩૧ જિલ્લા પંચાયતો ,સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે, જોકે, આ બધાની વચ્ચે કોરોના મહામારીને ધ્યાને રાખીને ત્રણ મહિના આ ચૂંટણી મોકૂફ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓ આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે.
રાજ્યના ચૂંટણી મંડળે આ અંગે આજે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયકો અને ૨૩૧ તાલુકા પંચાયતોની મુદત નવેમ્બરમાં સમાપ્ત થતી હોવાના કારણે ચૂંટણી યોજાવાની હતી.
જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ-૧૯ મહામારીના કારણે પરિસ્થિતિની સમક્ષીા કરતાં રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ આગામી ૩ માસ સુધી મોકૂફ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે. ત્રણ મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરી ર્નિણય લેવાશે. અમદાવાદ સહિત છ મહાનગર પાલિકાઓની મુદ્દત નવેમ્બર મહિના પુર્ણ થતી હોવાથી સરકાર દ્વારા વહિવટદારની નિર્મૂણક કરવામાં આવે તેવી પૂર્ણ શક્યતા છે નિષ્ણાતોના મત્વય મુજબ સ્થાનિક સ્વરાજને સંસ્થાઓ ચૂંટણી એપ્રીલ મહિનામાં યોજાઈ શકે છે ચૂંટણી પંચે હાલ ત્રણ મહિના માટે ચૂંટણી પાછી ઠેલી છે ત્યારબાદ પરીસ્થિતિની સમીક્ષા કર્યા બાદ વધુ ત્રણ મહિના માટે ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.
અત્રે નોધનીય છે કે કોરોનાના સંક્રમણને નિયત્રણને લેવા માટે રાજ્ય સરકારે નવરાત્રિ અને દિવાળીના તહેવારો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે તેમજ આ તહેવારોની ઉજવણી પર રોક લગાવી છે નવરાત્રિ તહેવાર અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ એસોસિએશન અને અન્ય લોકો તરફથી સરકારને કેટલાક સૂચનો મળ્યા હતા.
આ સૂચનોને ધ્યાનમાં રાખીને સરકારે તહેવારો સંદર્ભે વિવિધ ર્નિણયો કર્યા છે. તહેવારો દરમિયાન લોકોની આસ્થાનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારની માર્ગદર્શિકા જાહેર થયા બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મોના દેસાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે તેમના સૂચનો સ્વીકાર્યા છે તે ખરેખર આનંદની વાત છે.