જાેનસન એન્ડ જાેનસન કંપનીની વેક્સિનથી એક શખ્સ બીમાર

વોશિંગટન: ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૭૧ લાખને પાર પહોંચી ગઈ છે. કોરોના વેક્સીન વિકસિત કરવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.
આ દરમિયાન અમેરિકાની જૉનસન એન્ડ જૉનસન કંપનીએ હાલ પોતાની કોરોના વેક્સીનનું ટ્રાયલ રોકી દીધું છે. આવો ર્નિણય ટ્રાયલમાં ભાગ લઈ રહેલા શખ્સને કોઈ પ્રકારની બીમારી થયા બાદ લેવામાં આવ્યો છે. જૉનસન એન્ડ જૉનસન તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે અમારા તમામ કોવિડ-૧૯ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ અસ્થાયી રીતે રોકી દીધા છે.
કંપનીએ તેની પાછળનું કારણ ટ્રાયલ દરમિયાન એક સહભાગીના બીમાર થવાનું ગણાવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં જૉનસન એન્ડ જૉનસન અમેરિકામાં વેક્સીન બનાવનારી કંપનીઓમાં શાર્ટ લિસ્ટ થઈ છે. જૉનસન એન્ડ જૉનસનની એડી૨૬-સીઓવી૨-એસ વેક્સીન અમેરિકામાં ચોથી એવી વેક્સીન છે જે ક્લિનિકલ ટ્રાયલના અંતિમ ચરણમાં છે. અગાઉના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વેક્સીને પ્રારંભિક સ્ટડીમાં કોરોના વાયરસની વિરુદ્ધ એક મજબૂત ઇમ્યૂન રિસ્પોન્સ આપ્યો છે.
રિસર્ચર્સે કહ્યું હતું કે અત્યાર સુધીના ક્લિનિકલ ટ્રાયલના પરિણામના આધાર પર કોઈ ગંભીર આડઅસર નથી થઈ. જૉનસન એન્ડ જૉનસને હાલમાં જ આ વેક્સીનના અંતિમ ચરણના ટ્રાયલ શરૂ કર્યા હતા. કંપનીએ ત્યારે કહ્યું હતું કે આ ટ્રાયલ હેઠળ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો અને પેરુમાં ૬૦ હજાર લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવશે.
જૉનસન એન્ડ જૉનસનની વેક્સીનના ટ્રાયલ પર રોક લગાવવાના સમાચાર સ્પષ્ટ રીતે એક મોટો આંચકો છે. આ પહેલા એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર રોક લગાવવામાં આવી હતી. કોરોનાની વેક્સીન બનાવવાની રેસમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન સૌથી આગળ ચાલી રહી હતી,
પરંતુ ગત થોડા દિવસો પહેલા કેટલાક સ્વયંસેવકોની કોવિશીલ્ડ વેક્સીન આપ્યા બાદ તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ ૬ સપ્ટેમ્બરે ત્રીજા ચરણનું ટ્રાયલ રોકવું પડ્યું. જોકે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની વેક્સીનનું બ્રિટન અને ભારતમાં ટ્રાયલ ફરી શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકા કે અન્ય દેશોમાં હજુ ફરી મંજૂરી નથી મળી નથી. જ્હોન્સન એન્ડ જ્હોન્સને કહ્યું કે આ અભ્યાસ પર રોક લગાવવામાં આવી છે. તેને મેડિકલ સંબંધિત રેગ્યુલેટરી બોર્ડ તરફથી ટ્રાયલ રોકવા સંબંધે કોઈ મતલબ નથી. જ્હોનસન એન્ડ જ્હોન્સનનું પગલું એસ્ટ્રાજેનેકા પીએલસી જેવું જ છે.
સપ્ટેમ્બરમાં પોતાની વેક્સિનના અંતિમ તબક્કાની ટ્રાયલ પર રોક લગાવી હતી. એસ્ટ્રાજેનેકાએ બ્રિટનમાં ટ્રાયલમાં ભાગ લઈ રહેલા એક સહભાગીમાં અસ્પષ્ટીકૃત બીમારીના કારણે પોતાની ટ્રાયલ પર રોક લગાવી હતી. જો કે યુકે, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, અને ભારતમાં પરીક્ષણ ફરીથી શરૂ થઈ ગયા છે.