ન્યાય મળ્યા બાદ જ પુત્રીના અસ્થિનું વિસર્જન કરીશું
હાથરસ: હાથરસ કેસમાં પીડિત પરિવારના લોકો અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચની સમક્ષ રજૂ થઈને સોમવાર મોડી રાત્રે ઘરે પરત ફર્યા છે. પરિવારના લોકો પોલીસની કડક સુરક્ષાની વચ્ચે હાથરસ પરત ફર્યા. બીજી તરફ, ઘરે પરત ફર્યા બાદ પીડિત પરિવારનું કહેવું છે કે તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી પોતાની દીકરીની અસ્થિઓનું વિસર્જન નહીં કરે.
તેઓએ કહ્યું કે અમે કોર્ટની સામે આ મુદ્દાને ઉઠાવ્યો છે કે મારી દીકરીના મૃતદેહને કોઈની મંજૂરી વગર જ સળગાવી દેવામાં આવ્યો હતો. મૂળે, અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં હાથરસ મામલાને લઈ સોમવારે સુનાવણી થઈ.
આ દરમિયાન કોર્ટમાં હાથરસ કેસના પીડિત પરિવારના લોકોની સાથે અધિકારીઓએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. કોર્ટમાં પીડિત પરિવારે રાત્રે અંતિમ સંસ્કાર પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને નથી ખબર કે કોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
બીજી તરફ પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહાના જણાવ્યા મુજબ, પરિવારે કોર્ટથી માંગ કરી હતી કે સીબીઆઈના રિપોર્ટને ખાનગી રાખવામાં આવે, કેસને ઉત્તર પ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવે અને જ્યાં સુધી કેસ પૂરી રીતે ખતમ ન થઈ જાય ત્યાં સુધી પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે.
પીડિત પરિવારના નિવેદન બાદ અલાહાબાદ હાઈકોર્ટમાં ડીએમએ કહ્યું હતું કે પીડિતાના અંતિમ સંસ્કાર રાત્રે કરવાનો ર્નિણય સ્થાનિક પ્રશાસને લીધો હતો. ઉપરથી રાતમાં અંતિમ સંસ્કારને લઈ કોઈ નિર્દેશ નહોતા આપવામાં આવ્યા. કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકાના કારણે રાતે અંતિમ સંસ્કાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વ્યવસ્થામાં પીડિતાના માતા-પિતા સહિત પાંચ પરિજન સોમવાર સવારે હાથરસથી લખનઉ માટે રવાના થયા હતા અને બપોરે અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચ પહોંચ્યા હતા.