Western Times News

Gujarati News

“સ્ટ્રીટ ડાન્સર 3ડી”નું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર સોની મેક્સ પર રજૂ થશે

 ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’નું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર 18 ઓક્ટોબર, 12:00 કલાકે

નવરાત્રીના નૃત્યો પર ઉત્સવનો એક નવો રંગ 18 ઓક્ટોબર 12:00 કલાકે સોની મેક્સ પર નિહાળો – વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને નૌરા ફતેહી જેવા કલાકારોથી સજ્જ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’નું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર, જેમાં આ કલાકારો સાથે છે બોલીવુડના શ્રેષ્ઠ ડાન્સર્સ. આ ફિલ્મના ડાન્સ મૂવ્ઝ તમને પણ નાચવા મજબૂર કરી દેશે. ફિલ્મની કહાની  તમને બાંધીને રાખશે અને તેનો મહત્વપૂર્ણ સંદેશ તમે ભૂલી નહિં શકો.

સફળ ફિલ્મોમાંથી એક ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ બોલીવુડના ચાહકોમાં એક વિશેષ સ્થાન છે. ડાન્સના શોખીન માટે તો આ એક ઓપર્ચ્યુનિટી છે કારણકે અહીં તેમને મુકાબલા ગીતમાં પ્રભુદેવાના વિજળીની ગતિવાળા ડાન્સ જોવાની તક મળશે. ફિલ્મોમાં પ્રથમ પગલું ભર્યા પછી 25 વર્ષ સતત કરેલ બેજોડ નૃત્યોમાં આ ડાન્સ પોતાનામાં અનોખો છે. તેની સાથે ફિલ્મમાં પોતાના ડાન્સમાં ધૂમ મચાવેલ નવી પ્રતિભા નોરા ફતેહી પણ દર્શકોનું દિલ જીતી લેશે. ગરમી.. જેવું સેન્સુઅસ નંબર તેની કલાનું જબરદસ્ત ઉદાહરણ છે.

ટી સિરીઝ અને લેસ્લી ડી’સુઝા (રેમો ડી’સુઝા એન્ટરટેઇનમેન્ટ)એ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ને પ્રોડ્યુસ કર્યું છે. તેમાં બે રાઇવલ ડાન્સ ટ્રુપ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા બતાવવામાં આવી છે પરંતુ એક મોટાં સારાં કામ માટે બંન્ને ટ્રુપ્સ મળીને એક થઇ જાય છે. વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની મુખ્ય ભુમિકા સાથે અપારશકિત ખુરાના તથા સોનમ બાજવાએ પણ મહત્વપૂર્ણ રોલ કર્યોં છે.

આ વર્ષના નવરાત્રી ઉત્સવમાં પોતાના ગીત ‘ગરમી..’, ‘સિપ સિપ..’, ‘લાહૌર..’., ‘મુકાબલા…’ અને ‘ઇનલીગલ વેપન..’થી ઉલ્લાસનો નવો રંગ જોડતાં ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ દેશભરના બોલીવુડ ફેન્સને 18 ઓક્ટોબર 12:00 કલાકે નાચવાનો અવિસ્મરણીય અવસર આપશે.

‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ના ડાયરેક્ટર રેમો ડી’સુઝાએ જણાવ્યું કે, ” દર્શકોને મનોરંજન આપવા ઉપરાંત, હું ઇચ્છું છું કે સ્ટ્રીટ ડાન્સર 3ડીની સ્ટોરી વધુ માનવીય બને. આની સ્ટોરીલાઇન આજના સમયમાં જીવનથી વધુ જોડાય છે. હુ એ માનું છું કે તેના કારણે ફિલ્મ દર્શકોને અને ખાસ કરીને બાળકોને વધુ પસંદ આવી. તેણે દર્શકોને સંદેશ આપ્યો કે મહેનત અને દ્રઢ નિશ્ચયના બળ પર કંઇ પણ કરી શકાય છે. મને ખુશી છે કે દર્શક કહાની અને મ્યુઝિક સાથે જોડાવ મહેસૂસ કરી શકે. એમ તો ફિલ્મના બધાં જ ગીત હિટ છે પણ એમાંથી મારું પસંદિત ગીત છે ‘પિંડ…’, ‘દુઆ કરો…’ અને ‘મિલે સુર મેરા તુમ્હારા…'”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.