Western Times News

Gujarati News

દેશમાં કોરોના ૫૫ હજાર નવા કેસ, ૨૪ કલાકમાં ૭૦૬ના મોત

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના નવા આંકડા આવી ચુકયા છે આરોગ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૭૦૬ લોકોના મોત થયા છે જયારે ૫૫,૩૪૨ કોરોનાના નવા મામલા સામે આવ્યા છે દેશમાં ૮,૩૮,૭૨૯ કોરોના વાયરસના એકિટવ મામલા છે.દેશમાં અત્યાર સુધી કુલ ૭૧,૭૫,૮૮૧ કોરોના વાયરસના મામલા સામે આવી ચુકયા છે.

જાે રાજયોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એકિટવ મામલાની સંખ્યા ૨,૧૨,૯૦૫ પહોંચી ચુકી છે જયારે અત્યાર સુધી તેનાથી ૪૦,૫૧૪ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે જયારે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા ૨૦,૫૩૫ છે આ સાથે મૃતકોની સંખ્યા ૫૮૦૯ લોકોના મોત થયા છે તમિલનાડુમાં એકિટવ મામલાની સંખ્યા ૪૩,૭૪૭ છે જયારે મૃતકોની સંખ્યા ૧૦,૩૧૪ છે.

આસામમાં સંક્રમિતોની સંખ્યા ૨૮,૪૩૯ છે અહીં અત્યાર સુધી ૮૨૬ લોકોના મોતની પુષ્ટી થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં એકિટવ મામલાની સંખ્યા ૩૮,૮૧૫ પહોંચી ચુકી છે જયાં મૃતકોની સંખ્યા ૬૪૩૮ પહોંચી ચુકી છે.જયારે પશ્ચિમ બંગાળમાં ૩૦,૬૦૪ સંક્રમિતોની સંખ્યાની પુષ્ટી કરવામાં આવી છે જયારે મૃતકોની સંખ્યા ૫,૬૮૨ પહોંચી ચુકી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની પ્રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમણે કહ્યું કે કોરોનાનો સામનો કરવા માટે અનેક ઉપયોગ કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.