Western Times News

Gujarati News

અમેરિકા દુનિયામાં કોઇ પણ જગ્યાએ ૧ કલાકમાં હથિયારોની ડિલિવરી કરશે

વોશિંગ્ટન: ચીન સાથે વધતા ખતરાનો સામનો કરવા માટે અમેરિકાએ પોતાની સૈન્ય શક્તિને વધારવાની જાહેરાત કરી છે હાલમાં યુએસ નેવી માટે બેટલ ફોર્સ ૨૦૪૫ની જાહેરાત કર્યા બાદ હવે અમેરિકાએ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબુત કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી સેના અમેરિકી પ્રાઇવેટ અંતરિક્ષ એજન્સી સ્પેસએકસની સાથે મળીને એક એવા રોકેટનું નિર્માણ કરી રહ્યું છે જે વિશ્વભરમાં ગમે ત્યાં હથિયારો માત્ર ૬૦ મિનિટમાં પહોંચી શકે છે અમેરિકી રક્ષા મંત્રાલયે થોડા દિવસ પહેલા જ એલન મસ્કના સ્પેસએકસની સાથે મિસાઇલ ટ્રેકિંગ સેટેલાઇ બનાવવા માટે ૧૪૯ મિલિયનનો સોદો કર્યો હતો.

યુએસ ટ્રાન્સપોર્ટ કમાન્ડરના પ્રમુખ જનરલ સ્ટીફન લિયોન્સે નવા સોદાને જાહેર કર્યો જનરલ લિયોને કહ્યું કે સ્પેસએકસ હવે આ મહત્વકાંક્ષી પરિયોજનાના તકનીકી પડકારો અને ખર્ચનું મુલ્યાંકન કરશે તેમણે કહ્યું કે આ ટેકનીકનું શરૂઆતી પરીક્ષણ ૨૦૨૧માં આયોજીત થઇ શકે છે.

તેમણે કહ્યું કે મિલિટ્રીનો હેવી ટ્રોન્સપોર્ટ એરફ્રાસ્ટ સી ૧૭ ગ્લોબમાસ્ટર એક વારમાં જેટલો ભાર ઉઠાવી શકે છે એટલો ભાર એક કલાકની અંદર દુનિયાના કોઇ પણ ખુણામાં પહોંચાડી શકે છે અમેરિકી વાયુ સેનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર સી ૧૭ ગ્લોબલમાસ્ટર ૭૪,૦૦૦ કિલોગ્રામથી વધુના પેલોડ લઇ જઇ શકે છે.

મહત્વનું છે કે સી ૧૭ ગ્લોબમાસ્ટર અમેરિકી એરફોેર્સનું સૌથી મજબુત અને વિશ્વાસપાત્ર ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે ભારતની પાસે પણ એરક્રાફટ ઓછામાં ઓછી ૧૦ની સંખ્યામાં હાજર છે તેની કિંમત ૨૧૭ મિલિયન ડોલર પ્રતિ વિમાન છે જે ૯૪૯ કિમી પ્રતિ કલાકની વધુ ગતિથી ઉડાન ભરી શકે છે.

સી ૧૭ ગ્લોબમાસ્ટરની તુલનામાં સ્પેસએકસ એક હાઇ સ્પીડ રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે જે ૧૨૦૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઉડાવવામાં સક્ષમ હશે તેનો મતલબ આ રોકેટ એકવારમાં સી ૧૭ ગ્લોબમાસ્ટરની બરાબર કાર્ગો ઉઠાવીને અમેરિકામાં ફલોરિડાથી અફધાનિસ્તાનની યાત્રા એક કલાકમાં પુરી કરવા સક્ષમ હશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.