Western Times News

Gujarati News

ખારીકટ કેનાલ શુધ્ધિકરણ માટે રુ.ર૬ કરોડનો ખર્ચ: આઠ પમ્પીંગ સ્ટેશન અપગ્રેડ થશે

ખારીકટ કેનાલ પર રૂા.૩૦૦ કરોડના ખર્ચથી ફોર લેન રોડ તૈયાર થશે : નરોડા-નારોલ મેઈન ટંકમાં જતા જાેડાણ કાપી એસ.પી.રીંગ રોડની નરોડા લાઈનમાં જાેડવામાં આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેર માટે પીરાણા ડમ્પ સાઈટ અને ખારીકટ કેનાલ કલંક સમાન બની રહયા છે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની લાલ આંખ બાદ પીરાણા ડમ્પ સાઈટ પર બાયોમાઈનીંગ શરૂ કરવામાં આવ્યુ છે

જેને બે વર્ષમાં પુર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલ જે રીતે કામ ચાલી રહયુ છે તે જાેતા ડમ્પ સાઈટ કલીયર થવામાં કેટલા વર્ષ લાગશે ? તેનો જવાબ ખાતાના ઉચ્ચ અધિકારી પાસે પણ નથી.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ખારીકટ કેનાલ મુદ્દે પણ કડક વલણ અપનાવવામાં આવ્યુ છે. જેના ફળ સ્વરૂપ ડ્રેનેજ વિભાગ દ્વારા ખારીકટ કેનાલને દુષિત થતી રોકવા માટે યુધ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યુ છે એકાદ વર્ષમાં જ કેનાલમાં જતા ડ્રેનેજના પાણી બંધ થશે.

સાથે-સાથે કેનાલ પર અંદાજે રૂા.૩૦૦ કરોડના ખર્ચથી “ફોર લેન” રોડ પર તૈયાર થઈ જશે તેવો આત્મવિશ્વાસ ઈજનેર અધિકારીઓ વ્યકત કરી રહયા છે.

અમદાવાદ શહેરના ત્રણ ઝોનને આવરી લેતી તથા અંદાજે રર કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને “એશિયાની સૌથી મોટી ભૂગર્ભ કચરાપેટી” કહેવામાં આવતી હતી. ખારીકટ કેનાલની સફાઈ માટે રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વારંવાર જાહેરાતો કરવામાં આવતી રહી છે.

ર૦૧૭ના વર્ષ દરમ્યાન વર્તમાન મ્યુનિ. કમિશ્નર મુકેશકુમાર, તત્કાલીન મેયર ગૌતમભાઈ શાહ તથા સ્ટેન્ડીંગ ચેરમેન પ્રવીણભાઈ પટેલે ખારીકટ કેનાલની સફાઈ માટે બીડુ ઝડપ્યુ હતુ. તેથી જ લગભગ ર૦ દિવસની કામગીરી અને રૂા.પ.પ૦ કરોડના ખર્ચ બાદ કેનાલ શુધ્ધ થઈ હતી

પરંતુ ત્યારબાદ યોગ્ય દેખરેખનો અભાવ અને ગાંધી-વૈદ્યનું સહીયારુ ચાલી રહયુ હોવાથી કેનાલમાં કેમીકલયુક્ત તથા ડ્રેનેજના પાણી છોડવાની શરૂઆત થઈ હતી. ખારીકટ કેનાલમાં કેમીકલના પાણી છોડવામાં ન આવે તેના માટે ર૪ સી.સી. ટી.વી લગાવવામાં આવ્યા છે જેની સામે અવારનવાર સવાલ થતા રહયા છે.

શહેરની ખારીકટ કેનાલને વધુ દુષિત થતી રોકવા માટે નેકનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેના ફળ સ્વરૂપ કેનાલ શુધ્ધિકરણ માટે યુધ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યુ છે.

મ્યુનિ. ઈજનેર વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ ખારીકટ કેનાલમાં અલગ અલગ સ્થળે ૬૪ આઉટલેટ હતા જે પૈકી મોટાભાગના બંધ કરવામાં આવ્યા છે જયારે ૧ર સ્થળે ડ્રેનેજ પાણીના આઉટલેટ છે.

જે બંધ કરી તેની લાઈનો ડાયવર્ટ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ પૂર્વ અને ઉત્તરઝોનના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાંથી નારોલ-નરોડા ટ્રેક મેઈનમાં પાણી છોડવામાં આવે છે. નરોડા-નારોલ લાઈન મોટાભાગે ભરેલી હોય છે તેથી પાણી બેક મારે છે અને ખારીકટ કેનાલમાં જાય છે.

કેનાલમાં જતા આ અશુધ્ધ પાણીને રોકવા માટે આઠ પમ્પીંગ સ્ટેશનની લાઈનો અને દિશા બદલવામાં આવી રહી છે તથા નરોડા-નારોલ મેઈન ટ્રેકના બદલે એસ.જી રીંગરોડ બનાવવામાં આવેલી નાના ચિલોડા- વિંઝોલ ટ્રેક મેઈનમાં જાેડવામાં આવી રહી છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ કરવામાં આવેલા સરવેમાં ગજાનંદ પાર્ક નિકોલ, અવધેશ પાર્ક, પ્રબુધ્ધ આશ્રમ નિકોલ, અમરદીપ પાર્ક નિકોલ સર્જન શોપીંગ સેન્ટર, સરદાર ચોક બ્રીજ, નારાયણ પાર્ક નિકોલ, નિકોલ વોર્ડ પમ્પીંગ સ્ટેશન, કાવ્યા રેસીડેન્સી ઠક્કરનગર,

આર્શીવાદ પાર્ક પમ્પીંગ સ્ટેશન, અંબિકાનગર ઓઢવ તથા કેશવપાર્ક ઓઢવ ખાતે કામ શરૂ કરવામાં આવ્યા છે. ગજાનંદ પાર્ક નિકોલ અને અવધેશ પાર્ક પાસે ૩૦૦ એમ.એમ.ની ગ્રવીટી પાઈપ લાઈન નાંખવામાં આવી રહી છે જેના માટે રૂા.૧૦ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

તેવી જ રીતે અમરદીપ પાર્ક નિકોલ અને સર્જન શોપીંગ સેન્ટર પાસે સવા કિલોમીટરની ગ્રેવીટી પાઈપ લાઈન નાંખવામાં આવશે. ઉત્તરઝોનમાં સત્યમ પમ્પીંગ સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવી રહયું છે. તથા સાડા ત્રણ કિલોમીટર લાંબી રાઈઝીંગ લાઈન નાંખી તેને નાના ચિલોડા-વિંઝોલ લાઈન સાથે જાેડાણ કરવામાં આવશે. જયારે બાપા સીતારામ ચોકથી સત્યમ પમ્પીંગ સ્ટેશન સુધી અંદાજે બે કીલોમીટર લાંબી ગ્રેવીટી લાઈન નાખવામાં આવી રહી છે. સત્યમનગર પમ્પીંગ સ્ટેશનને અપગ્રેડ કરવા માટે રૂા.૧.૪પ કરોડનો ખર્ચ થશે. જયારે રાઈઝીંગ લાઈન અને ગ્રેવીટી લાઈન માટે કુલ રૂા.૪.૬૦ કરોડનો ખર્ચ થઈ રહયો છે.

પૂર્વ ઝોનના નિકોલ (કાવ્યા), અંબિકાનગર ઓઢવ, છોટાલાલની ચાલી, રબારી કોલોની તથા જીવનવાડી પમ્પીંગ સ્ટેશનને અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે આ તમામ પમ્પીંગ સ્ટેશનની લાઈનો એસ.પી. રીંગરોડ તરફ લઈ જવામાં આવશે તથા ઓઢવ ૩૧૦ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં જાેડાણ કરવામાં આવશે નિકોલ વોર્ડ પમ્પીંગ સ્ટેશન અને કાવ્યા રેસી. પાસે લગભગ ત્રણ કિલોમીટર લાંબી ગ્રેવીટી લાઈન નાંખવામાં આવી રહી છે. જેના માટે રૂા.ર.૭પ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. અંબિકાનગર ઓઢવ પાસે રબારી વસાહત ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનને જાેડતી ત્રણ કિલોમીટર લાંબી રાઈઝીંગ લાઈનનું કામ ચાલી રહયું છે. છોટાલાલની ચાલી પાસે રૂા.૧.૭૦ કરોડના ખર્ચથી પ૦૦ એમ.એમ.ની રાઈઝીંગ લાઈન નાંખવામાં આવશે

આમ, ખારીકટ કેનાલમાં જતા દુષિત પાણીને રોકવા માટે આઠ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન લાઈનોને જાેડતી અંદાજે ૧૮ કિલોમીટરની નવી લાઈનો નાંખવામાં આવી રહી છે જેના માટે રૂા.ર૬ કરોડનો ખર્ચ થશે. ખારીકટ કેનાલ પર પ્રાયોગિક ધોરણે ૮૦૦ મીટરનો રોડ જશોદાનગર પાસે તૈયાર થઈ રહયો છે. આગામી દિવસોમાં ખારીકટ કેનાલ પર આર.સી.સી. સ્લેબ કરી અંદાજે રર કિલોમીટર લંબાઈનો ફોર લેન રોડ તૈયાર કરવા માટે વિચારણા ચાલી રહી છે. રાજય સરકાર સમક્ષ આ અંગે દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.