રામદેવ બાબા હાથી પર યોગ કરતા અચાનક પડી ગયા
મથુરા: હાથી પર બેસીને યોગનો અભ્યાસ કરાવવો યોગ ગુરુ બાબા રામદેવેને ભારે પડ્યો છે. તે હાથી પર બેસીને યોગ કરાવતા સમયે અચાનક નીચે પડી ગયા હતા. (Baba Ramdev falls off elephant while performing yoga at Mathura camp) બાબા રામદેવનો હાથી પરથી નીચે પડી રહેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગભગ ૨૨ સેકન્ડનો આ વીડિયો મથુકાના રમણરેતી આશ્રમનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યાં રામદેવે સંતોને યોગ શીખવાડવા માટે ગયા હતા. એક સોશિયલ મીડિયા યૂઝરે આ વીડિયો પોતાના એકાઉન્ટ પરથી મજેદાર કેપ્શન સાથે શેર કર્યો છે.
આ વાયરલ વીડિયોમાં એક હાથી પર બેસીને બાબા રામદેવે યોગ કરાવતા જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં તો બધું યોગ્ય લાગે છે પણ અચાનક બાબા રામદેવનું બેલેન્સ બગડી જાય છે અને તે હાથી પરથી નીચે પડી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં તેમને વધારે ઇજા પહોંચી નથી. વીડિયોના આખરી સેકન્ડમાં રામદેવ ચાલીને પાછા જતા જોવા મળી રહ્યા છે.
જાણકારી પ્રમાણે યોગ ગુરુ રામદેવ સોમવારે મહાવન રમણરેતી સ્થિત કાષ્ણિ ગુરુ શરણાનંદ મહારાજના આશ્રમમાં પહોંચ્યા હતા. અહીં તે સંતોને યોગ શીખવાડી રહ્યા હતા. આ દરમિયાન મંચ પર ગુરુ શરણાનંદ મહારાજે પણ યોગ કર્યા હતા. બાબા રામદેવના ટિ્વટર હેન્ડલથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી.