પરિણીતાને ઘેનની દવા પીવડાવી નગ્ન ફોટા પાડ્યા
સુરત: સુરતના કતારગામ (Surat Katargam, Gujarat woman) વિસ્તારમાં રહેતી મહિલા તેના પતિ સાથે ડેરીનો વ્યવસાય કરે છે. પરણિતાએ ડેરી પ્રોડ્ક્ટ આપવા આવતા ટેમ્પો ચાલકને રૂપિયા જરુરુ હોવાથી રૂપિયા આપ્યા હતા. ટેમ્પો ચાલક તેજસ દિપક પાટીલે મહિલા પાસેથી ઉછીના ૧૫ હજાર ,મોબાઇલ ખરીદવા ૪૦ હજાર લીધા હતા.
ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના ૨ લાખ સહિત તેજસે કુલ ૧૦.૫૦ લાખ લીધા હતા. રૂપિયાની જરૂરી હોવાથી મહિલાએ રૂપિયાની ઉઘરાની કરવા જતા ટેમ્પો ચાલાકે પરણીતાને ઘેનની દવા પીવડાવી તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ યુવાનથી કંટાળી જઈને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતના કતારગામમાં આવેલા ડભોલી વિસ્તારમાં પરણિતા પતિ સાથે ડેરીની એજન્સી ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતી હતી. જોકે, આ પરણિતા ડેરીના કામ માટે અવાર નવાર સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક ડેરી પર જતી હતી. આ પરણિતાને આ ડેરી પર દૂધ આપવા આવતા ટેમ્પો ચાલાક તેજસ પાટીલ સાથે મિત્રતા થઇ હતી.
પહેલા મિત્રતા બાદ બંનેવ વચ્ચે વેપારી સંબંધ થયા હતા. અનાવા નવાર મળતા તેજસને રૂપિયાની જરૂર હોવાને લઈને આ પરણિતાએ પહેલા મોબાઈલ લેવા ૧૫ જહર રૂપિયા અપ્યા હતા. પછી ૪૦ હજાર ઉછીના ત્યાર બાદ ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના ૨ લાખ સહિત તેજસે કુલ ૧૦.૫૦ લાખ પરણિતા પાસેથી લીધા હતા.
થોડા સમય બાદ પરણિતાએ રૂપિયાની ઉઘરાણી શરુ કરતા ટેમ્પો ચાલાક તેજસે ડિંડોલી ખાતે આવીને લઇ જવા કયું હતું. જેને લઈને આ પરણિતા રૂપિયા લેવા માટે ડિંડોલી ખાતે પોહચી હતું ત્યારે તેજસે તેના મિત્રના ઘરે બોલાવી ઘેનવાળુ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. એક અઠવાડિયા બાદ ફરી પરણિતા રૂપિયા લેવા ગઈ હતી ત્યારે તેજસે આ વીડિયો બતાવી તેણીના પતિને નગ્ન ફોટો-વીડિયો બતાવી દેવાની ધમકી આપીને તેજસે પરણિતા પર અનેક વખત ડિંડોલીમાં બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે ટેમ્પો ચાલક તેજસથી કંટાળીને પરિણીતાએ આ મામલે ડિંડોલી પોલીસમાં આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.