Western Times News

Gujarati News

ભારત કોરોનાને હરાવવા માટે દુનિયાભરમાં સૌથી આગળ

નવીદિલ્હી: કોરોના વાયરસને લઇ હવે સતત રાહતના અહેવાલો આવી રહ્યાં છે. વૈશ્વિક મહામારી કોવિડ ૧૯થી પ્રભાવિત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસથી અમેરિકા બાદ ભારત બીજાે સૌથી પ્રભાવિત દેશ છે પરંતુ રાહતની વાત એ છે કે આ પ્રતિ દર લાખની વસ્તી પર કોરોના સંક્રમણની ચપેટમાં આવનારા અને તેનાથી જાન ગુમાવનારાઓના સરેરાશ મામલામાં મુખ્ય રાષ્ટ્રોથી ખુબ પાછળ છે.એટલે કે ભારતમાં મળનારા મળનારા કોરોનાના નવા મામલા અને મોતની ગતિ અન્ય દેશોના મુકાબલે ખુબ ઓછા છે. એટલું જ નહીં રિકવરી રેટના મામલામાં ભારત દુનિયાભરમાં સૌથી આગળ છે.

કેન્દ્રીય પરિવાર અને આરોગ્ય મંત્રાલયે તેના પર જારી આંકડા અનુસાર પ્રતિ દસ લાખની વસ્તી પર કોરોના સંક્રમણની ચપેટમાં આવનારાઓની સંખ્ય.ા ૪૭૯૪ છે અને મૃતકોની સંખ્યા ૧૩૮ છે કોરોના સંક્રમણથી પ્રતિ દસ લાખની જનસંખ્યા પર સર્વાધિક પ્રભાવિત બ્રાઝીલમાં ૨૩૯૧૧ની સરેરાશ છે અને ત્યાં આટલી વસ્તી પર વાયરસથી જાન ગુમાવનારાઓની સંખ્યા સૌથી વધુ ૭૦૬ છે એ યાદ રહે કે બ્રાઝીલ વિશ્વમાં આ વૈશ્વિક મહામારીથી ત્રીજા સૌથી વધુ પ્રભાવિત છે ભારતમાં આ સંખ્યા ક્રમશ ૫૧૯૯ અને ૭૯ છે.

કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત વિશ્વ મહાશક્તિ અમેરિકા છે અહીં પ્રતિ દસ લાખ પર કોરોના પીડિતોની સરેરાશ ૨૩૦૭૨ અને મૃતકોની સંખ્યા ૬૪૨ છે દક્ષિણ આફ્રિકામાં આ આંકડો અનુક્રમે ૧૧૬૭૬ અને ૬૩૧ તો ફ્રાંસમાં ૧૦૮૩૮ તથા ૪૯૮ છે રશિયામાં ક્રમશ ૮૯૯૨ અને ૩૦૦ છે જયારે બ્રિટેશનમાં ૮૮૯૩ અને ૧૫૬ છે

ભારતમાં કોરોના પોતાના ઢલાન પર છે ગત કેટલાક દિવસોથી નવા મામલામાં ખુબ ઘટાડો જાેવા મળી રહ્યો છે કોરોના વાયરસના મામલામાં મોટો ઘટાડો જાેવા મળ્યો અને આ આંકડો ૫૫ હજારની નજીક હતો સોમવારે મળેલ નવા મામલાથી લગભગ ૧૩ હજાર ઓછા મળ્યા સપ્ટેમ્બરમાં જે રીતે કોરોનાના પીક જાેવા મળ્યો હતો ઓકટોબરમાં આ ખુબ રાહત આપે તેવો આંકડો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.