વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતાં કુખ્યાત ગેંગસ્ટરની હત્યા થઇ
વડોદરા: વડોદરા શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કેદી અજજુ કાણીયાની જેલમાં હત્યા થઇ છે.કુખ્યાત ગેંગસ્ટર અજજુ કાણીયાને અન્ય કેદીઓ સાથે જેલમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી.જેમાં એક કેદીએ અજજુને પતરૂ ગળામાં મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો જેમાં તેનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજયુ હતું એ યાદ રહે કે તે અનેક ખંડણી લુંટ જેવા ગુનાઓમાં વોન્ટેડ હતો જે બાદ અજજુ કાણીયાની તાજેતરમાં જ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. જે બાદ તે જેલમાં બંધ હતો હાલ રાવપુરા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
ગત જુન મહિનામાં અજજુ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો વડોદરામાં વાડી ખાનગાહ મહોલ્લાની જમીન ખરીદનાર કાપડના વેપારી પાસેથી એક ફલેટ અને રોકડ ૧૦ લાખની ફિરોતી માંગનાર શહેરનો નામચીન ગુનેગાર અજજુ કાણીયો જુન મહિનામાં મોડી રાતે બે વાગે પોલીસને ચકમો આપી પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો.
ત્યારબાદ તેને મહેસાણાના કડી ખાતે એક ગેસ્ટ હાઉસમાંથી પોલીસે બાતમીના આધારે ઝડપી લીધોે હતો. તેની સાથે મહંમદ અનાસની પણ ધરપકડ કરવામાં આવી હતી.તેની સાથે ૩૧ જુના નોંધાયા છે. અજ્જુ કાણીયો અત્યાર સુધીમાં હત્યાની કોશિષ લુંટ મારામારી અને ખંડણી જેવા વિવિધ પ્રકારના ૩૧થી વધુ ગંભીર ગુનાઓમાં સામેલ છે ચાર વખત પાસામાં પણ ધકેલાયો હતો જયારે બે વાર તડીપાર થયો હતો.પોલીસે કેદીઓ વચ્ચે કંઇ રીતે વિવાદ થયો તેની તપાસ કરી રહી છે.