દુવૃત્તિઓ રૂપી દુર્ગધથી દૂર રહો
એક સાધુને એક રાજાએ પોતાના મહેલમાં આવવાનું આમંત્રણ આપેલું, પણ સાધુ જતો નહોતો. ઘણા આગ્રહ બાદ તે રાજમહેલમાં ગયો. રાજા સાધુની સાથે જ હતો. રાજમહેલમાં ચારે બાજુ અત્તર છાંટયું હતું. છતાં સાધુએ કહ્યુંઃ અરે કેટલી બધી દુર્ગધ છે, મારું તો માથું ફાટી જાય છે, મારે રાજમહેલમાં વધુ રહેવું નથી. ચાલો, બહાર !’ રાજાને આશ્ચર્ય થયું, બીજે દિવસે સાધુ રાજાને ચમારવાડામાં લઈ ગયો. ત્યાં રાજાએ કહ્યું.
‘મારું તો દુર્ગધથી માથું ફાટી જાય છે, મને અહીયા કયાં લાવ્યા અને વળી તમે હસો છો, તમને અહી દુર્ગધ નથી લાગતી ?’ સાધુએ હસતાંહસતાં કહ્યુંઃ ‘હે રાજા ! જાે પેલાં ચમારનાં બાળકો અને સ્ત્રીઓ, બાળકો રમી રહયાં છે. અને સ્ત્રીઓ કામ કરે છે એમને કશી દુર્ગધ આવતી નથી, કારણ કે એ લોકો દુર્ગધથી ટેવાઈ ગયાં છે.’
પણ મહારાજ તમને રાજમહેલમાં શાથી દુર્ગધ લાગેલી ? મને ત્યાં દુર્ગધ જેવું લાગેલું નહી.’ રાજાએ પ્રશ્ન પુછયો.સાધુએ જવાબ આપતાં કહ્યું, ‘ચમારનાં બાળકો રમતાં હતાં છતાં તેમને દુર્ગધ લાગતી ન હતી. દુર્ગધ હતી એ વાત ચોકકસ.તે જ પ્રમાણે તારા મહેલમાં ચાલતી મોહમજા, વિષયવાસના વગેરે દુવૃત્તિઓની દુર્ગધ તું ત્યાં રહેતો હોવાથી તને ન આવે. જેમ ચમારવાડામાં તું નથી રહેતો એટલે અહીની દુર્ગધથી તું ત્રાસી જાય છે.’ મહેલમાં તું ત્રાસી જતો નથી. પણ હું તો ત્રાસી જાઉં ને ? દુવૃત્તિઓ રૂપી દુર્ગધથી દુર રહો. જયાં જયાં દુવૃત્તિઓ છે ત્યાં ત્યાં દુર્ગધ ફેલાવાની જ !