Western Times News

Gujarati News

‘આશા અમર છે અને એની આરાધના કદી નિષ્ફળ જતી નથી’ ગાંધીજી

ગાંધીજી કહયું છે કે ‘આશા અમર છે અને એની આરાધના કદી નિષ્ફળ જતી નથી. આશામાં તેજ છે તથા બળ પણ છે. આશાથી માનવીને ઉત્સાહ જાગે છે’  ‘Hope is immortal and its adoration never fails’: Mohandas Karamchand Gandhi આપણે કશાકની આશા રાખી અને તે પૂરી ન થાય તેથી નિરાશ થવાની જરૂર નથી. કરોળિયો જેમ જાળ બનાવે છે તેમ આપણે આપણી આશાઓને પૂર્ણ કરવા માટે સતત મહેનત કરવી જોઇએ.અંતિમ શ્વાસ સુધી આશા આપણને વળગેળી હોય છે તેથી નિરાશાની ખીણમાં હડસેલાઈ જવાની જરૂર નથી કારણકે ‘લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે’.

વધારે પડતી આશાઓ રાખવી એ અશાંતિ પેદા કરવા બરાબર છે આશાના ગુલામ બનવું એ દુઃખદાયક છે. આપણે શાંતિથી જીવવું હોય તો આશા ઓછી… ઓછી અશાંતિ. આ જગતમાં કેટલાક માનવી પ્રકૃતિથી જ નિરાશાવાદી હોય છે. તેઓ કોઇ પણ કાર્ય કરતાં પહેલાં પોતે સફળ નહિ થાય તેવા વિચારોથી ધરાયેલા રહેતાં હોય છે અને છેવટે તેઓ પોતાની મંજીલ પર પંહોચવાને અશક્તિમાન રહે છે.

સફળતા કે નિષ્ફળતા તે તો પોતાનાં મનના વિચારો પર જ ર્નિભર હોય છે. નિરાશા એ માનસિક રોગ છે. આ રોગથી પીડાતા માનવીઓ નકારાત્મક વિચારથી ફસાયેલો હોવાથી તેઓના મનમાં હકારાત્મક વિચારોનો પ્રવેશ થતો નથી. આશા ન હોય તો જીવનનો કશો અર્થ પણ નથી.

કહે શ્રેણુ આજ…..
‘ ફૂંકી મારો નિરાશારૂપી બીજને આપણાં દિલમાંથી,
જલાવી દો નિરાશાવાદી વિચારોને આપણાં મનમાંથી..
બનો આશાવાદી મટીને નિરાશાવાદી જીતી લેવાં જિંદગીને,
મહેકાવી દો આશારુપી ગુલશનને આ જીંદગાનીને’.


નિષ્ફળતાથી નિરાશાનો જન્મ થાય છે. નિરાશામય વિચારો આવવાથી પોતાનો આત્મવિશ્વાસ ડગી જાય છે. પરંતુ જો નકારાત્મક વિચારો ત્યજીને હકારાત્મક વિચારો અપનાવતા માનવીનાં જીવનમાં ઉલ્લાસ, ઉમંગ તથા ઉત્સાહની દુનિયામાં રાચે છે. માનવીએ આશાવાદી બનવું જોઇએ. કાળાં માથાનો માનવી જ ધારે તો શું નથી કરી શકતો. એના મનમાં કે વિચારોમાં કદી ‘ના’ કે ‘નહિ’ અથવા નકારાત્મક શબ્દો નો સમાવેશ હોતો નથી.

માનવીએ નિરાશારુપી શત્રુને મહાત કરવા આશારુપી મિત્રોનો સહારો લઈ તેની સામે ઝઝૂમતા સફળતાનો કિનારો દેખાશે.’મારાથી આ નહિ થાય’ અથવા ‘ હું જીતી નહિ શકું’ તેવા નકારાત્મક વિચારો જ માનવીને પાછો પાડે છે. નિરાશા સામે ઝઝૂમવાનો એક સરળ ઉપાય છે હસતા હસતા સંઘર્ષ કરો. સંઘર્ષ જીવનમાં નુકસાન કરતાં લાભ અપાવે છે.  ‘નિરાશાવાદી મટીને આશાવાદી બનો’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.