સ્મિત ફાઉન્ડેશન દ્વારા ટાગોર હોલ અમદાવાદ ખાતે શૈક્ષણિક અને સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
દરેક બાળકોના મનમાં નવું કરવા અને નવું જાણવાની ભાવનાઓ હોય છે ત્યારે નિ:સહાય અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ તથા સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જેમાં બાળકોની પોતાની કલા રજુ કરવાની તક સ્મિત ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવી હતી. આ બાળકો ડાન્સ પર્ફોમન્સ, કથ્થક, ઘૂમર, ઝુમ્બા, વેસ્ટર્ન, દેશી ડાન્સ, અને ફેસનશો વગેરે માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નવાઈની વાત તો એ હતી કે આ બાળકોએ ન્યુઝ પેપરના કપડા,ડીસ પેપર વગેરેના કપડા પહેરી ફેસન શો કર્યો હતો. આકાર્યક્રમમાં (મેમ્બર ઓફ પાર્લામેન્ટ) શ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી (ભાજપ અને સંધ પરિવાર) શ્રી દત્તાજી ચિરંદાસ સાહેબ, (હેડ ઓફ 1૦-71) શ્રી જગદીશ પટેલ, ડૉ પ્રીતિ પટેલ, અરવિંદભાઈ વેગડા, યશભાઈ બારોટ, રિધ્ધિમાં મજમુદાર, અમૃતા ભટ્ટ, રાજ્વીનદર શીંગ, યુવરાજભાઈ ગઢવી, જોગીરાજભાઈ રાઠોડ, ખનન શેઠ, કૃપાલી પટેલ, ક્યારા સક્શેના, ભરતભાઈ નેના,
યશરાજભાઈ ગોહિલ, મનહર રાઠોડ, પ્રિયંકા પાંડે, મહેશભાઈ પ્રજાપતિ, ક્રીશ તીવારી, અવની મહેતા, ચંદન મિશ્ર,પ્રભુભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા.
સ્મિત ફાઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખ કહ્યું હતું કે ગરીબ તથા અનાથ બાળકો જયારે પણ સ્મિત ફાઉન્ડેશનમાં મદદ લેવા માટે આવશે ત્યારે તેમને બધી મદદ મળી રહેશે. અને આ કાર્યક્રમમાં અનાથ બાળકોએ ફેસનશોમાં મન મુકીને પરર્ફોમ કર્યું હતું. અનાથ બાળકોને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રોફેશનલ મોડલ હાજર રહ્યા હતા. આ શૈક્ષણિક અને સંસ્કૃતિક કાર્યક્રમમાં ગરીબ અને અનાથ બાળકોના ચાહેરા પર સ્મિત અને ખુશીઓ જોવા મળી હતી.